Categories
Gujarat

સુરતમાં વધુ એક વખત માનવતાના દર્શન! બ્રેન ડેડ વ્યક્તિના અંગદાનથી પાંચ લોકોને નવ જીવન દિકરીએ ભારે હૈયે પિતાને….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ ધરતી પર જો કોઈ કાર્ય સૌથી વધુ પુણ્ય આપતું હોઈ તોતે મનુષ્ય સેવા નું છે આપણે સૌ જાણીએ છીએ કે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી જે આનંદ અને સંતોષ મળે છે તેવો ક્યાય મળતો નથી પરંતુ અમુક લોકો મદદ કરવા માટે ફક્ત વધુ પૈસા કે મોટી પદવી હોવી જરૂરી માને છે પરંતુ આ બાબત એકદમ ખોટી છે અમુક લોકો પોતાના મૃત્યુ સમયે પણ પોતાના અંગદાન દ્વારા અન્ય ના જીવનમાં અનેક ખુશીઓ ભરી દેતા હોઈ છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણું ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરત અંગદાન ને લઈને મોખરે છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યમાં અંગદાન ને લઈને ઘણી જાગૃતિ આવી છે જેના કારણે અનેક લોકોને નવું જીવન મળ્યું છે તેવામાં ફરી એક વખત અંગદાન નો આવોજ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક બ્રેન ડેડ વ્યક્તિએ પાંચ લોકોને નવ જીવન આપ્યું છે.

આપણે અહી મોઢવણિક સમાજના શીતલ ભાઈ અંગે વાત કરીએ છીએ કે જેઓ બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે ૧૪ તારીખથી જ શીતલ ભાઈની તબિયત સારી ના હતી તેમને સતત માથામાં દુખાવો હતો અને ઉલટીઓ પણ થતી હતી જે બાદ હોસ્પિટલ લઇ જતા તપાસ માં માલુમ પડ્યું કે શીતલ ભાઈના મગજ સુધી લોહી પહોચાડતી અમુક નસો ફૂલી ગઈ છે જયારે અમુક ફાટી ગઈ છે.

જેના કારણે તેમની તબિયત બગડી છે આ સમયે ઈલાજ દરમિયાન શીતલ ભાઈ ની વધુ નશો ફૂલી જતા ઈલાજ શક્ય ના હોવાથી ડોકટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા. જણાવી દઈએ કે શીતલ ભાઈ એક મેડીકલમાં સ્લેસ્મેન તરીકે કામ કરતા હતા તથા તેમના પત્ની સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતા હતા તજયારે તેમની પુત્રી વૈદેહી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

શીતલ ભાઈના બ્રેન ડેડ થવા પર ડોનેટ લાઈફ ની ટીમને જાણ થતા તેઓ આ પરિવાર પાસે પહોચ્યા અને અંગદાન અંગે મહત્વ સમજાવ્યું. જે બાદ પરિવાર તરફથી પરવાનગી મળતા અંગદાન મેળવવામાં આવ્યું. આ સમયે દિકરી વૈદેહીએ ઘણા ભારે હૈયે પિતાના પાર્થિવ દેહ ને મુખા અગ્નિ આપી.

જણાવી દઈએ કે શીતલ ભાઈ પાસેથી અંગદાન રૂપે મળેલ હદય અમદાવાદ ની સીમ્સ હોસ્પિટલ ને જયારે એક કીડની અને લીવર અમદાવાદ ની ઝાયડસ હોસ્પિટલ માં મોકલવા માં આવી જે પૈકી એક કીડની સુરતની ૩૬ વર્ષીય મહિલાને ટ્રાન્સપલાન્ત કરવામાં આવી. આ ઉપરાંત બીજી કીડની વાપીની મહિલાને આપવામાં આવી. જયારે ફેફસા અને લીવર ને પણ જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *