Categories
India

પતિ-પત્ની અને 10 મહિના ના પુત્ર ને રોડ અકસ્માત માં કાળ ભરકી ગયો.

Spread the love

રોડ અકસ્માત ના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. રાજસ્થાનમા રહેતા એક પરિવાર ના 3 સભ્યો ના રોડ અકસ્માત મા મોત થયા. એવી જોરદાર ટક્કર હતી કે ત્રણેય નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું. અને ક્ષણ વારમાં જ આખો પરિવાર તબાહ થઈ ગયો. જેમાં એક માત્ર દસ જ મહિનાના ના માસુમ નું પણ મૃત્યુ નિપજયું છે. મરનાર યુવક ગજેન્દ્ર ના લગ્ન પત્ની શુચિ સાથે ત્રણ વર્ષ પહેલા જ થયા હતા અને દસ માહિના અગાઉ જ ઘરે પુત્ર નો જન્મ થયો હતો.

ગજેન્દ્ર પરિવાર સાથે જયપુર ના વિદ્યાનગર માં રહેતો હતો. તેને તેની પત્ની સાથે લવ મેરેજ કર્યા હતા. ગજેન્દ્ર ને નોકરી ની બાબત માં અવારનવાર બહારગામ ના પ્રવાસે જવું પડતું હતું તે દરમિયાન તે જ્યાં પણ જાય ત્યાં તેની પત્ની અને પુત્ર ને સાથે લઇ ને જ જતો હતો તે બંને ને એકલા પણ નોતો મુકતો. જયારે આ ઘટના બની ત્યારે તે તેની પત્ની અને પુત્ર બિકાનેર માં હતા તેનું કામ પૂરું થય ગયું હોય તે લોકો પોતાની જ કાર મા ઘરે પરત ફરી રહ્યા હતા. જયપુર તેનું ઘર હોય તે લોકો બપોરે બિકાનેર થી ઘરે પરત ફરવા નીકળ્યા હતા તે દરમિયાન મા શ્રીડુંગરગઢ ના કીટાસર બાજુ પહોંચતા જ સામેથી આવતા પીકઅપ વાહન સાથે તેની કાર અથડાય હતી અને અથડામણ એટલી ભયંકર હતી કે તેના ત્યાં ને ત્યાં જ મોત નિપજ્યા હતા.

આ વાત સમાચાર મા આવતા હતા તે દરમિયાન માં તેના મિત્ર અબ્દુલ એ આ સમાચાર સાંભળીયા અને ગાડી નો નંબર જોતા તે ને ખ્યાલ આવી ગયો હતો કે ગાડી તેના મિત્ર ગજેન્દ્ર ની છે. અને તેને આ વાત ની જાણ તેના સગાસંબંધીઓ ને કરી દરમિયાન માં તેના માતા-પિતા ને ઘણો આઘાત લાગ્યો હતો. તેના પિતા કે જે સ્કૂલ ના બસ ડ્રાયવર છે જે રાવતભાટા ની એક સ્કૂલ બસ ચલાવે છે.

તે તેના માતા-પિતા ને અવારનવાર મળવા આવતો હતો અને તેને પણ ખુબ પ્રેમ કરતો હતો. આ વાત ની જાણ તેના માતા-પિતા ને થતા તેના માતા-પિતા ને માથે પણ આભ ફાટે તેવી મહામુસીબતે આવી પડી હતી. ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે ખુબ જ ખુશ હતો. તે પોતાના પત્ની અને પુત્ર ને ક્યારેય એકલા છોડતો ન હતો. ક્ષણ વાર માં જ તેનો પરિવાર તબાહ થઈ ગયો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *