સુરત મા અવારનવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે. આ વખતે એક હચમચાવી મૂકે એવી ઘટના પાછી સામે આવી છે. જેમાં સુરત ના એક મોટા વિસ્તાર માંથી કુટણખાનું મળી આવ્યું છે. જેમાં વિદેશી નબીરાઓ ને ઝડપી પાડવામાં આવી છે. જાણવા મળ્યું કે ત્યાં મસાજ પાર્લર ની આડમાં ઘણા સમય થી વેશ્યાવૃત્તિ નો ધંધો ચાલી રહ્યો હતો.
થાઈલેન્ડ ની વિદેશી યુવતીઓ આ ધંધા માં સામેલ હોય તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ને આની ફરિયાદ મળતા હ્યુમન ટ્રાફિકિંગ સેલ અને પોલીસ દ્વારા ત્યાં દરોડા પાડી 8 યુવતીઓ કે જે આ ધંધા માં સામેલ છે તેને ઝડપી પાડી હતી. વેસુ સ્વસ્તિક માઈલસ્ટોન ની પાછળ રિચમોન્ડ પ્લાઝા માં બીજા માળે કોરલ પ્રાઈમ સ્પામાં આ ગોરખ ધંધો ચાલતો હતો. જેમાં શુક્રવારે મિસિંગ સેલે ત્યાં દરોડા પડ્યા હતા. અને તેમાં 7-વિદેશી થાઈલેન્ડ યુવતીઓ અને બીજા 3 લોકો ની ધરપકડ કરી હતી. સ્પામાંથી પોલીસે 10,200 કેશ, 7-ફોન, સ્વાઇપ કાર્ડ મશીન સહીત 96,200 નો મુદ્દામાલ જપ્ત ક્રયો હતો.
જેમાં સ્પા નો માલિક દિપક ઉર્ફે નિમિત્ત રાવજી પટેલ, વિદેશી મહિલા લમાઈ ઉર્ફે સ્માઈલી ચીમખોનબુરી ને વોન્ટેડ જાહેર કરાયેલ. અને સ્પા માંથી અભિષેક કાકડિયા(24-વર્ષ) નામના ગ્રાહક ની પણ ધરપકડ કરવામાં આવી હતી જે વરાછા વિસ્તાર માં રહે છે. વધુમા જાણવા મળ્યું કે તમાંમ થાઈલેન્ડ ની યુવતીઓ પાસે ટુરિસ્ટર વીસા હતા અને આ વિસા પર તે સ્પા મા આવા ગોરખ ધંધા માં સામેલ હતી આ બાબત ની જાણ દેશ ની એસેમ્બલી માં પણ કરવામાં આવી છે.
ઉમરા પોલીસ દ્વારા સપના મેનેજર ગીતા ઉર્ફે સુઝેન ટીકારામ ચેતરી (28-વર્ષ ઉમર મૂળ સિક્કિમ) અને સંચાલક ઉમેશ જગન્નાથ આહીરરાવ (35-વર્ષ રહે ડિંડોલી) ની પણ ધરપકડ કરવામાં આંવી હતી.