ફેનિલ ગોયાણી ને ફાંસી ની સજા જાહેર થયા બાદ તેના વકીલ દ્વારા હવે હાઈકોર્ટ માં કરવામાં આવી છે અરજી, જાણો વિગતે.
ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ. ગુજરાત નો ખુબ જ ચર્ચિત એવો હત્યા કેસ છે. સુરત ના કામરેજ ના પાસોદરા માં 12 ફેબ્રુઆરી ના રોજ ફેનિલ ગોયાણી એ ગ્રીષ્મા વેકરીયા ની જાહેર માં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ફેનિલ ગોયાણી ગ્રીષ્માં ને એકતરફી પ્રેમ કરતો હતો. ગ્રીષ્મા ને વારંવાર ધમકીઓ આપતો ડરાવતો હતો.
ગ્રીષ્મા ની જાહેર માં ગળું કાપીને હત્યા કર્યા બાદ ફેનિલે પોતાના હાથ ની નસ કાપી નાખી હતી. બાદ માં ફેનિલ ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. ફેનિલ ને હોસ્પિટલ માંથી રજા મળ્યા બાદ પોલીસે રિમાન્ડ મજુર કરાવ્યા હતા. ફેનિલ નો કેસ કોર્ટ માં ચાલ્યા બાદ તેને ફાંસી ની સજા જાહેર કરવામાં આવી છે. અને હાલ ફેનિલ લાજપોર ની જેલ માં છે. ફેનિલ ની જેલ માં દેખરેખ માટે 2 ક્લોક વોર્ડન અને 1 વોચમેન ને રાખવામાં આવ્યા છે.
ફેનિલ ને જેલ માં બેરેક ની સફાઈ અને યાર્ડ ની સફાઈ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ફેનિલ નો કેસ કોર્ટ માં ઝડપ થી ચાલી ગયો હતો. તંત્ર અને પોલીસ દ્વારા ફેનિલ ને સજા આપવામાં ખુબ જ ઝડપી કાર્યવાહીઓ કરવામાં આવી હતી. અત્યારે ફેનિલ ને બચાવવા ફાંસી ની સજા માંટે કન્ફર્મેશન માટે અરજી કરી છે. હાલ ફેનિલ ની સજા યથાવત રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી છે.
હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધી ફેનિલ ની ફાંસી ની સજા યથાવત રાખવામાં આવે છે. ફેનિલ ને ફાંસી ની સજા થતા ફેનિલ ના પરિવાર દ્વારા સરકાર અને પોલીસ તંત્ર નો આભાર માનવામાં આવ્યો હતો. અને ગ્રીષ્મા ને સાચા અર્થ માં શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.