પતિ એ પત્ની ને આપ્યું ભયાનક મોત ! પત્ની ની હત્યા કરવા કોબ્રા સાપ નો લીધો સહારો…પછી થયો મોટો ખુલાસો.
ભારત માં અવારનવાર હત્યા થવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ક્યારેક પરિવાર ના સભ્યો જ પોતાના પરિવાર ની હત્યા કરી નાખતા હોય છે. એવી જ એક ઘટના મધ્ય પ્રદેશ ની સામે આવી છે. જેમાં એક પતિ એ તેની જ પત્ની ની હત્યા કરી નાખી. કારણ જાણશો તો તમે પણ ચોકી જશો. દિલ્હી માં બેન્ક ઓફિસર નું કામ કરતો અમીતેશ પટેરિયા એ તેની પત્ની શિવાની પટેરિયા ની હત્યા કરી નાખી છે.
જાણવા મળ્યું કે અમીતેશ ને તેની જ બેન્ક માં કામ કરતી એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. અને તે પ્રેમિકા સાથે રહેવા મંગાતો હતો. આથી તેને પત્ની ને મારવા જોરદાર કાવતરું રચ્યું હતું. શિવાની ઇન્દોર ના સંચાર નગર ઍક્સટેંશન માં સાસરે હતી. અને અમીતેશ દિલ્હી માં પોસ્ટેડ હતો. આ માટે તે દિલ્હી થી આવતા સમયે રાજસ્થાન થી એક કોબ્રા સાપ ને સાથે લાવ્યો હતો. અમીતેશ ના પ્લાન મુજબ તેણે તેના બાળકો ને પિતા સાથે બહાર ફરવા મોકલી દીધા.
અને પત્ની જયારે સૂતી હતી ત્યારે તેનું ઓશિકા વડે ગળું દબાવીને હત્યા કરી નાખી. અને ત્યારબાદ રાજસ્થાન થી જે કોબ્રા સાપ ને લાવ્યો હતો તેના વડે પત્ની ને ડંખ મરાવડાવ્યો. અને પછી મરેલા સાપ ને પત્ની ની બાજુમાં મૂકી દીધો હતો. આથી લોકો ને થાય પત્ની નું મૃત્યુ સાપ ના કરડવાથી થયું છે. બાદ માં ઘર ના ભાડુઆત સાથે પત્ની ને હોસ્પિટલે લઇ ગયો હતો અને જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
બાદ માં અમિતેષે પોલીસ સામે પોતાનો ગુનો કબુલી લીધો હતો. દંપતી વચ્ચે નું લગ્ન જીવન સારું ચાલતું ન હતું. લગ્ન ના બે વર્ષ બાદ ખુબ જ વિવાદ વધી ગયો હતો. અને બન્ને ના લગ્ન ના નવ વર્ષ પેહેલા થયા હતા. મૃતક શિવાની ના પરિવાર તરફથી જાણવા મળ્યું કે અમીતેશ ને ઘણીવાર દિલ્હી માં યુવતી સાથે પકડેલો છે. પત્ની ને વારંવાર દહેજ માટે ત્રાસ આપતો હતો.