વડોદરા શહેર ના રસ્તા પર એવું શું થયું કે, રસ્તા પર ગાડીઓ ધડાધડ સ્લીપ થવા લાગી સાથેસાથે લોકો પણ…જુઓ ફોટા.
ગુજરાત માં હવે ધીરે ધીરે વરસાદ ની એન્ટ્રી થઈ રહી છે. આખા ગુજરાત માં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. ગુજરાત માં ગરમી નો પારો રોજબરોજ 40 ડિગ્રી ને પાર જોવા મળતો હતો. અને એવામાં ગુજરાત માં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઇ ચુકી છે. કેટલાક વિસ્તારો માં તો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અને એમાં વડોદરા શહેર ના કેટલાક વિસ્તારો માં લોકો ની ગાડીઓ રસ્તા પર સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી છે.
વરસાદ ની સીઝન શરુ થતા અગાઉ જ તંત્ર પ્રિ મોન્સૂન ની કામગીરી માં લાગી જતું હોય છે. પરંતુ કેટલાક જગ્યા એ હજુ પણ રસ્તાઓ માં ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. એક થોડોક વરસાદ પડતાની સાથે જ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળે છે. જેમાં કેટલાય લોકો ધડાધડી પડવા લાગે છે.
વડોદરા શહેર માં અમુક વિસ્તારો જેવા કે અલકાપુરી અને સમા વિસ્તાર માંથી વરસાદી ઝાપટા પડતાની સાથે જ રોડ એટલા બધા ચીકાશ વાળા થઇ ગયા કે, લોકો ની ગાડીઓ રસ્તા પર સ્લીપ થવા લાગી હતી. અને એમાં લોકો ગાડીઓ સાથે ધડાધડ પડી રહ્યા હતા. લોકો ની ગાડી સ્લીપ થઇ જતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જેમાં કેટલાક મોટી ઉમર ના લોકો પણ ધડામ કરતા રસ્તા પર પડ્યા હતા.
આખું વર્ષ ગાડીઓ માંથી રસ્તા પર ઓઇલ ઢોળાયા કરતું હોય છે. એવામાં પ્રથમ વરસાદ મા ઓઇલ અને પાણી ભેગું થતા જ રોડ ચીકાશ વાળા બની જતા હોય છે. આથી રસ્તા પર ગાડીઓ સ્લીપ થવાની ઘટના ખુબ જ સામે આવતી રહે છે. કેટલાક લોકો એ સ્લીપ થઇ જતી ગાડીઓ ના વિડીયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરેલા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.