દારૂ ના નશા માં ધૂત વરરાજા એ સ્ટેજ પર કરી મોટી ભૂલ, ભૂલ ને કારણે તેને એટલી બધી ઝાપટો પડી કે…જુઓ વિડીયો.
ભારત માં લગ્ન હોય એટલે લોકો દારૂ નો નશો પહેલા કરે છે. લગ્ન હોય એટલે દારૂ પીવો એ આજકાલ ફેશન જેવું લાગે છે. સોશિયલ મીડિયા પર એક વરરાજા એ વરમાળા પહેરવામાં દારૂ ના નશામાં ધૂત થઇ ને એક મોટી ભૂલ કરી દીધી. અને પછી તો વરરાજા ને જોરદાર ઝાપટો પડી હતી. સોશિયલ મીડિયા પર એવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈ ને લોકો ને પેટ પકડી ને હસવું પડે છે.
લગ્ન ના સ્ટેજ પર વરરાજા એ કરી મોટી ભૂલ. વિડીયો માં જોઈ શકાય છે કે કન્યા અને વરરાજા બન્ને સ્ટેજ પર ઉભા છે. કન્યા તો સીધી ઉભી છે. પણ વરરાજા દારૂ ના નશા માં ધૂત થઇ ને ઉભો રહી શકતો નથી. કન્યા પહેલા વરરાજા ના ગળામાં માળા પહેરાવે છે. કન્યા ની સાથે તેની બહેન પણ છે. જે કન્યા ને મદદ કરે છે. અને વરરાજા ની સાથે તેનો અણવર છે જે વરરાજા ને થોભી ને ઉભો છે.
કન્યા એ વરમાળા પહેરાવ્યા બાદ વરરાજા નો વારો આવે છે. વરરાજા ને દારૂ ના નશામાં કઈ ભાન છે નહીં. તેની આંખો પણ ઉઘડતી નથી. એવામાં તેણે કન્યા ને બદલે કન્યા ની બહેન ના ગળા માં વરમાળા પહેરાવી દીધી. જેવી બહેને ગળા માં વરમાળા પેરી કે તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. એણે તો વરરાજા ને ઉધડો લીધો. અને ધડાધડ ઝાપટો મારી દીધી. વરરાજા ના અણવરે મહામુસીબતે મામલો સાંભળી લીધો. જુઓ વિડીયો.
बिहार में शराबबंदी बा … 🤔😅🤣😂🥃 pic.twitter.com/MiWYfF2N2T
— Vikki1975 (@Vikki19751) June 21, 2022
આ વિડીયો માં જાણવા મળ્યું કે ભારત ના રાજ્ય બિહાર નો આ વિડીયો છે. આ વિડીયો જોઈ સૌ કોઈ મજા લઇ રહ્યું છે. અને કોમેન્ટ માં તેના હાસ્યદાયક પ્રતિભાવો આપી રહ્યા છે. વિડીયો જોતા એક શિખામણ મળે કે આટલો બધો દારૂ નો નશો ક્યારેક ભારે પડી શકે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.