India

આ બાળકને કોબ્રા સાપે ડંખ માર્યો, પરંતુ મૃત્યુ કોબ્રા સાપનું જ થયું, તેનું કારણ આવ્યું સામે…..

Spread the love

ભારત માં અનેક રાજ્યો એવા છે કે જ્યાં ના અમુક ગામો જંગલ વિસ્તાર ની નજીક માં આવેલા છે. ઘણી વાર જંગલ માંથી જંગલી પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી ચડે છે. અને ક્યારેક સાપ, વીંછી જેવા નાના નાના જીવ જંતુઓ માનવ વસ્તી માં આવી જતા હોય છે. નાના નાના જીવ જંતુઓ માણસ ની નજર માં બોવ ઓછા આવે છે. એટલે તે ક્યારેક માણસ ને ડંખ મારી ને ચાલ્યા જાય ખબર પણ ના પડે. ઝેર ના કારણે ક્યારેક ઘણા લોકો મૃત્યુ ને ભેટતા હોય છે.

એવી જ એક ઘટના બિહાર ના ગોપાલગંજ થી સામે આવી છે. જ્યાં એક 4 વર્ષ ના બાળક ને કોબ્રા સાપે ડંખ માર્યો. પરંતુ બાળક ને સાપ ના ઝેર ની જરા પણ અસર ના થઇ. બન્યું એવું કે સાપ મૃત્યુ પામ્યો. વધુ વિગતે જાણવા મળ્યું કે, બિહાર ના ગોપાલગંજ જિલ્લા ના એક ગામ માં પોતાના મામા ના ઘરે 4 વર્ષ નો અનુજ નામનો બાળક ઘર ની બહાર રમી રહ્યો હતો. તે સમયે એક કોબ્રા સાપે આવીને તેને ડંખ માર્યો.

અનુજે તરત ઘરે આવીને પરિવાર ના લોકો ને કહ્યું. પરિવાર ના લોકો ચિંતાતૂર બન્યા. ત્યારબાદ અનુજ ને તાત્કાલિક નજીક ની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ અનુજ ની હાલત બગડતા તેને ગોરખપુર ની બીજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. ત્યાં સારવાર બાદ અનુજ ને હવે કઈ તકલીફ નથી. તે પહેલા ની જેમ રમી રહ્યો છે. પરંતુ સવાલ એ હતો કે સાપ કેમ મરી ગયો? અને બાળક ને કઈ પણ ના થયું.

આ ઘટના બાદ સાપ ને બચાવનાર અને સાપ નું રેસ્ક્યુ કરનાર એક યુવક જમશેરે જણાવ્યું કે, સાપે જયારે બાળક ને ડંખ માર્યો ત્યારે તે માત્ર ડંખ જ મારી શક્યો. પરંતુ પોતાનું ઝેર છોડી ના શક્યો. સાપ પહેલા થી જ ઘાયલ હતો. લાગતું હતું કે બીજા કોઈ સાથે તેની પહેલા લડાય થઇ હશે. આથી તેનામાં નબળાય ના લીધે તે માત્ર ડંખ જ મારી શક્યો. ઝેર છોડી ના શક્યો. આથી બાળક ને કઈ થયું ન હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *