હિટ એન્ડ રન ! જીપ ચાલકે બે યુવાનો ને ભયકંર રીતે ટક્કર મારતા બંને યુવાનો ત્યાં જ…
ગુજરાત માં રોજબરોજ અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. એવામાં અકસ્માત માં કોઈ નિર્દોષ નો જીવ જતા પરિવાર માથે મહામુસીબત આવી પડતી હોય છે. લોકો બેફામ રીતે વાહનો ચલાવતા કેટલાય લોકો ને અડફેટે લઇ લેતા હોય છે. ક્યારેક ક્યારેક હિટ એન્ડ રન ની ઘટના પણ સામે આવે છે. એવી જ એક ઘટના અમદાવાદ સીટી માંથી સામે આવી છે.
એક જીપ ચાલકે ગાડી માં જય રહેલા બે યુવાનો ને અડફેટે લેતા બને યુવાનો ના મૃત્યુ નિપજ્યા હતા. વધુ વિગતે જાણવા મળ્યું કે, અમદાવાદ ના કર્ણાવતી ક્લબ સામે ના સર્વિસ રોડ પર એક પુરપાટ ઝડપે આવી રહેલ જીપે બે યુવાનો ને ભયંકર રીતે ટક્કર મારતા યુવાનો ના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. પોલીસ ના જણાવ્યા મુજબ, ઝવેરી ચાર રસ્તા ના એસ,પી રિંગરોડ જવાના રસ્તે આ ઘટના બની હતી.
એક જીપે અચાનક બાઈક પર જતા યુવાનો ને ટક્કર મારતા બને યુવાનો ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. જેમાં સુરેશ ઠાકોર (22-વર્ષ) અને સારંગ ઠાકોર (21-વર્ષ) ના ઘટના સ્થળ પર મૃત્યુ થયા હતા. હજુ લોકો બંને ને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડે તે પહેલા જ બંને મૃત્યુ પામ્યા હતા. જીપ ચાલક ટક્કર મારીને નાસી છૂટ્યો હતો. આ બાબતે એસ.જી રોડ ના ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!