ઉદયપુર માં કનૈયાલાલ ની હત્યા બાદ પત્ની એ ભારે આક્રંદ સાથે એવું કહ્યું કે…
ગઈકાલે રાજસ્થાન ના ઉદયપુર માં કનૈયાલાલ ની હત્યા થઇ તેના આખા દેશ માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકો આ ઘટના નો સખ્તપણે વિરોધ કરી રહ્યા છે. કનૈયાલાલ ના સપોર્ટ માં ઉદયપુર માં ભારે ભીડ રસ્તા પર ઉતરી આવી હતી. પોલીસે કનૈયાલાલ નો મૃતદેહ હોસ્પિટલ ખસેડ્યા બાદ આજે સવારે કનૈયાલાલ નો મૃતદેહ તેના ઘરે લાવવામાં આવ્યો હતો. કનૈયાલાલ ની અંતિમયાત્રા માં ભારે સંખ્યામાં લોકો જોડાયા હતા.
લોકો ના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. એવામાં કનૈયાલાલ ની પત્ની એ પોતાની વાત રજૂ કરી હતી. કનૈયાલાલ ની પત્ની યશોદા એ જણાવ્યું કે, કનૈલાલે છેલ્લા અઠવાડિયા થી દુકાન ખોલી ના હતી. તેના પતિ ને છેલ્લા ઘણા દિવસો થી ધમકીઓ મળતી હતી. એવામાં તેણે કામ પણ બંધ કરી દીધું હતું. અને જયારે અઠવાડિયા બાદ દુકાન ખોલી તો આરોપી એ તેને મારી નાખ્યા.
કનૈયાલાલ ને બે પુત્રો છે. જેની ઉમર 21 અને 18 વર્ષ છે. કનૈયાલાલ ની ભાણી એ આ બાબતે કહ્યું કે, તેના મામા ના હત્યારા ને ફાંસી થવી જોઈ એ. કનૈયાલાલે નૂપુર શર્મા ના સમર્થન માં 10 જૂને પોસ્ટ કરી હતી. ત્યારથી આ મામલો ઉચક્યો હતો. આ બાબતે કનૈયાલાલ ની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કનૈયાલાલ ને ધમકીઓ પણ મળતી હતી.
કનૈયાલાલે પોલીસ ને જાણ પણ કરી હતી. પરંતુ પોલીસે આ બાબતે ખાસ ધ્યાન આપ્યું ના હતું. પોલીસે કનૈયાલાલ અને અમુક લોકો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આમ બે દીકરા આજે પિતા વગર ના થઇ જતા પરિવાર માં ભારે શોક ની લાગણી જોવા મળી હતી. એક વિવાદિત પોસ્ટે આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!