ગમખ્વાર અકસ્માત માં ત્રણ યુવાનો ના મૃત્યુ ! ત્રણ પૈકી એક નો જન્મદિવસ મરણ દિવસ બન્યો…
ગુજરાત માં અવારનવાર અકસ્માત થવાના કિસ્સા સામે આવ્યા જ કરે છે. વડોદરા-હાલોલ રોડ પરથી એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. પાંચ મિત્રો વડોદરા ના રહેવાસી પાવાગઢ દર્શન માટે જતા હતા. પાંચેય મિત્રો બે બાયક માં સવાર હતા. જેમાં ત્રણ મિત્રો અકસ્માતે મૃત્યુ પામ્યા હતા. બાઈક અને ડમ્પર અથડાતા ગંભીર અકસ્માત થયો હતો.
વધુ વિગતે જાણવા મળ્યું કે, વડોદરા માં રહેતા ત્રણ યુવકો એક જ બાઈક માં સવાર હતા. તેની બાઈક એક ડમ્પર સાથે અથડાતા ત્રણેય યુવાનો ના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. ત્રણ યુવાનો પૈકી એક યુવાન દેવગઢ બારીયા, એક લુણાવાડા અને અન્ય એક યુવાન ગરબાડા દાહોદ નો રહેવાસી હતો. મૃતકો ના નામ વીરેન્દ્ર ભરતભાઈ ગોહિલ (20-વર્ષ), જયેન્દ્ર સંજયભાઈ પટેલ (20-વર્ષ) અને રોનક ધનાભાઇ પરમાર (20-વર્ષ) છે.
જેમાંથી રોનક પરમાર માતા-પિતા સાથે ભાડા ના મકાન માં રહેતો હતો. જયારે અન્ય બે યુવાનો હોસ્ટેલ માં રહેતા હતા. અકસ્માત થતા ત્રણેય ના મૃતદેહો ને હાલોલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. પરિવાર ના લોકો હાલોલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. ત્રણેય યુવાનો પૈકી વીરેન્દ્ર અને રોનક વડોદરા ની સિગ્મા કોલેજ માં અભ્યાસ કરતા હતા. અને જયેન્દ્ર સુમનદીપ કોલેજ અભ્યાસ કરતો હતો.
મૃતક યુવાનો માંથી રોનક પરમાર નો અકસ્માત થયો તે જ દિવસે જન્મદિવસ હતો. જન્મદિવસ ના દિવસે જ રોનક મૃત્યુ પામતા પરિવાર ચોધારે આંસુ એ રડતો હતો. એકસાથે ત્રણ મૃત્યુ પામતા રસ્તા પર ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!