દર્શકો માટે આવ્યા સારા સમાચાર ! દયાબહેન ના પાત્ર માટે ‘દિશા વાકાણી’ લઇ શકે છે એન્ટ્રી…જાણો વિગતે.
આખા ભારત માં જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માંથી કલાકારો એકપછી એક સિરિયલ માંથી બહાર થઇ રહ્યા છે. એવામાં દર્શકો માટે સારા સામાચાર આવી રહ્યા છે. અહેવાલો માંથી જાણવા મળ્યું કે, દયાબહેન ના રોલ માં કદાચ દિશા વાકાણી જ ફ્રરી સિરિયલ માં પરત ફરી શકે છે. સિરિયલ માંથી મહેતા સાહેબ નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા એ પણ શો ને અલવિદા કહી દીધું છે.
હાલમાં જ સિરિયલ માં નટુકાકા ના પાત્ર ભજવવા માટે એક ગુજરાતી કલાકાર, અભિનેતા, દિગ્દર્શક એવા કિરણ ભટ્ટ આવી ચુક્યા છે. વધુ માં જાણવા મળ્યું કે, શો માં ટપુ નું પાત્ર ભજવનાર રાજ અનડકટ પણ શો ને અલવિદા કહી શકે છે. પરંતુ, વધુ વિગતે જાણવા મળ્યું કે, ઘણા સમય થી દયાબહેન ના રોલ માટે નવા કલાકારો ના ઓડિશન ચાલી રહ્યા હતા.
પરંતુ, આ ઑડિશનો ને પણ વચ્ચે જ રોકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જાણવા મળ્યું કે, ટીવી શો માં કેટલાક કલાકારો ના ટ્રેક અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યા છે. ત્યારબાદ હવે તેમનો ટ્રેક ફરી શરુ થવા જય રહ્યો છે. આ બાબતે કલાકારો પણ અસમંજસ માં મુકાઈ ગયા છે કે, મેકર્સ શું કરી રહ્યા છે. અને જાણવા મળ્યું કે, દર્શકો દિશા વાકાણી ને જ દયાબહેન ના રોલ માં જોવા માંગે છે.
આવી અસમંજસ ભરી સ્થિતિ માં કહી શકાય કે, કદાચ દિશા વાકાણી શો માં પરત ફરી શકે છે. શો તરફ થી પહેલા જ જાણવા મળ્યું હતું કે, દિશા વાકાણી નું શો માં આવું હવે મુશ્કિલ છે. એવામાં નવા કલાકારો ના ઓડિશન પણ શો દ્વારા લેવામાં આવી રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે, દયાબહેન ના રોલ માં દિશા વાકાણી જ પરત ફરે છે કે, પછી કોઈ અન્ય કલાકાર એન્ટ્રી લેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!