આ મહિલા બોક્સર કબ્બડી ના આ ખેલાડી સાથે ફરશે લગ્ન ના સાત ફેરા…જાણો કોણ છે તે ખેલાડી…
દેશ માં લગ્ન નો માહોલ હજુ ચાલી રહ્યો છે. એવામાં હરિયાણા ની પ્રખ્યાત મહિલા બોક્સર પણ લગ્ન ના બંધન માં બંધાવા જય રહી છે. હરિયાણા ની પ્રખ્યાત મહિલા બોક્સર સ્વીટી બુરા ભારતીય કબ્બડી ટિમ ના ખેલાડી દિપક હુડ્ડા સાથે લગ્ન ના બંધન માં બંધાશે. ભારતીય હોકી ટિમ ના ખેલાડી દિપક હુડ્ડા રોહતક ના ચમારિયા ગામનો રહેવાસી છે. જે ગુરુવારે સાંજે જાન લઇ ને હિસ્સાર આવશે.
વધુ વિગતે જાણી એ તો, મહિલા બોક્સર સ્વીટી બુરા એ જણાવ્યું કે, તેની પ્રથમ મુલાકાત દિપક સાથે વર્ષ 2015 માં થઇ હતી. જયારે તે રોહતક માં યોજાયેલ એક મેરેથોન માં ભાગ લેવા પહોંચ્યા હતા. દિપક ને પહેલીવાર જોતા જ બંને પ્રેમ માં પડી ગયા હતા. ત્યારબાદ ઘરવાળા ને વાત કરી. ઘરવાળા પણ લગ્ન માટે સંમત થઇ ગયા હતા. હવે 7-વર્ષ બાદ બને લગ્ન ના બંધન માં બંધાશે.
સ્વીટી બુરા એ જણાવ્યું કે, ગુરુવારે ભાત નો વિધિ કરવામાં આવશે. ત્યારબાદ તેલ ચઢાવાની વિધિ કરવામાં આવશે. રાત્રે 9-વાગ્યે દિપક ની જાન આવશે. ત્યારબાદ તેની સાથે ફેરા ફરવામાં આવશે. બુધવારે સ્વીટી ના ઘર સેક્ટર-4 માં સ્વીટી ના મહેંદી મુકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે સ્વીટી ના પરિવાર જનો એ હાજરી આપી હતી.
બને ના લગ્ન હિસાર ના એક ખાનગી મહેલ માં રાખવામાં આવ્યા છે. સ્વીટી એ જણાવ્યું કે, બને લગ્ન બાદ પણ પોતાના દેશ માટે પુરા જુસ્સા થી રમવાના છે. સ્વીટી એ જણાવ્યું કે, લગ્ન થી તે ખુબ જ ખુશ છે. સાથે સાથે પોતાના માતા-પિતા થી અલગ થઇ સાસરે જવું પડશે તેનું દુઃખ પણ તેને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!