આ વિદ્યાર્થીની ના ટેલેન્ટ ને ધન્ય છે ! કમળ ની દાંડી ના રેસામાંથી એવું બનાવ્યું કે…જાણી ને હોંશ ઉડી જશે.
આપણા સમાજ માં ઘણા લોકો એવા એવા હોય છે કે તે વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા હોય છે. કોઈપણ ચીજવસ્તુઓ ને વેસ્ટ જવા દેતા હોતા નથી. વેસ્ટ થયેલી વસ્તુઓ માંથી અવનવી કલાત્મક વસ્તુઓ બનાવતા હોય છે. આ સાથે જ તે લોકો રોજગારી પણ એમાંથી મેળવતા હોય છે. એવી જ એક વિદ્યાર્થીની એ કામ કરેલું છે.
MSU ની વિદ્યાર્થીની એ કમળ ની દાંડી ના રેસામાંથી કાપડ બનાવી ને લોકો ને ચોંકાવી દીધા છે. એમ.એસ યુનિવર્સીટી ની ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ના ક્લોથીંગ એન્ડ ટેક્સ્ટાઇલ વિભાગ ની વિદ્યાર્થીની સુમી હાલદારે કમળ ના પુષ્પો માંથી ભેગી થતી દાંડી ના રેસા માંથી માનવ ત્વચા ને અનુકૂળ એવા વસ્ત્રો બનાવીને પોતાનું ટેલેન્ટ પ્રદર્શિત કર્યું છે.
આ કાર્ય માં તેને ડો. મધુ શરણે મદદ કરી હતી. તેણે જણાવ્યું કે, વર્ષ 2018 માં તેને કમળ ની દાંડી ના રેસા માંથી આ બનવાનો વિચાર આવ્યો હતો. તેણે 2019 માં આ કામ શરુ કર્યું. આ માટે તેણે ખંડેરાવ ના ફૂલ વિક્રેતાઓ ની મદદ લીધી. તેણે કમળ ના રેસા મેળવી તેને અન્ય કાપડ સાથે ભેળવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રકિયા બાદ હાથ વડે મળેલ રેસા ને બોબીન પર લપેટવામાં આવ્યા.
અંતે આવી ભારે માથામાણ બાદ તેને આ કાપડ બનાવવામાં સફળતા મળી હતી. આ માટે તેમણે હેપ્પી ફેસિસ એન.જી.ઓ ની મદદ લીધી અને તેના થકી આ કામ કરવામાં 10-મહિલા ને તાલીમ આપી છે. તે કહે છે કે, આ કાપડ માનવ ચામડી માટે અનુકૂળ કાપડ છે. આમ કોઈ વિચારી પણ ન શકે એ રીતે આ વિદ્યાર્થીની એ કામ કરી બતાવ્યું અને બેરોજગાર ને રોજગારી પણ શરુ કરી દીધી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!