પર્વતો પરથી આવતું ધસમસતું બરફ નું ભયંકર તોફાન તો ભાગ્યે જ જોવા મળે..એવું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક ખુબ જ ડરામણા અને ભયાનક વિડીયો વાયરલ થતા હોય છે. એટલે કે ક્યારેક કુદરત નું એવું રોદ્ર સ્વરૂપ સામે આવે છે કે, માણસ તેની સામે કઈ જ કરી શકતો હોતો નથી. ક્યારેક પૂર ના દ્રશ્યો, કયારેક ત્સુનામી ના દ્રશ્યો તો ક્યારેક વાદળ ફાટવાની ઘટના ના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કુદરતી આફતો ક્યારે આવે તે કહી જ ના શકાય.
એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. લોકો એ પાણી નું પૂર આવતું તો ઘણી વાર જોયું હશે. પણ શું બરફ નું પૂર આવતા જોયું છે? હાલ જે વિડીયો છે તેમાં એવું જ કંઈક છે. એક મોટા પર્વતો ઉપર થી ધસમસતું બરફ નો પ્રવાહ એકસાથે આવતો જોઈ શકાય છે. પર્વતો ની વચ્ચે થી આવતા બરફ ના વહેણ ને જોતા પહેલા તો એમ જ લાગે કે, આ પાણી નું પૂર છે. પરંતુ આ કોઈ પાણી નહિ પરંતુ, બરફ નું પૂર છે…જુઓ વિડીયો.
View this post on Instagram
આ બરફ નું ભયંકર તોફાન નો વિડીયો કિગ્રીસ્તાન માં સ્થિત તિયાન શાન કિગ્રીસ્તાન પર્વતો પર નો છે. હેરી સિમીન નામનો વ્યક્તિ આ દ્રશ્ય રેકોર્ડ કરી રહ્યો છે. આ વ્યક્તિ એ બહાદુરી પૂર્વક આ વિડીયો રેકોર્ડ કરેલો છે. કારણ કે પર્વતો વચ્ચે થી આવતા બરફ નું તોફાન તેની ઉપર થી જ્યાં સુધી પસાર ના થયું ત્યાં સુધી આ વ્યક્તિ એ વિડીયો શૂટ કરવાનું શરુ જ રાખ્યું હતું. છેલ્લે તેના ઉપર પણ બરફ આવી જાય છે.
કુદરતી આફતો નું એવું જ હોય છે. ક્યારે કહેર બતાવે કહી જ ના શકાય. ક્યારેક ક્યારેક બરફ ના વિસ્તારો માં બરફ એટલા બધા મોટા પ્રમાણ માં પીગળતો હોય છે કે, ઘણી મોટી હોનારતો નું સર્જન કરે છે. લોકો આ વિડીયો જોઈ ને ચોંકી ઉઠ્યા છે. એવું ભયંકર સ્વરૂપ તો ભાગ્યે જ જોવા મળતું હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.