India

આ યુવાન ની કલાકારી સામે તો એન્જીનીયર પણ પાછા પડે. 3D ઈલ્યુઝન દ્વારા એવું કર્યું કે જોવાવાળા પણ…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા આજે દેશ-દુનિયા ની ખબરો થી ભરપૂર છે. સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા જ હોય છે. આપણે જાણીએ છીએ તેમ લોકો માં નાનપણ થી જ અવનવા શોખ જોવા મળતા હોય છે. એવા એવા ગજબ ના ટેલેન્ટ હોય કે આપણે જોઈ ને ચકિત રહી જવી. હાલ એવો જ એક 3D ઈલ્યુઝન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ ને મગજ નું દહીં થઇ જશે. વિડીયો માં એક યુવક તેની એવી કળા બતાવે છે કે લોકો હેરાન થઇ ગયા.

વિડીયો માં જોઈ શકાય છે કે એક યુવક એક 3D ઈલ્યુઝન દ્વારા ઘર ની બહાર દાદર બનાવવાનો પ્રયત્ન કરે છે. ઘર ની બહાર એક દાદર તો હોય જ છે એમાં બીજા બે દાદર પોતાની 3D ઈલ્યુઝન ની કળા દ્વારા એવી રીતે બનાવે છે કે લોકો ને પહેલી નજરે જોતા તો સાચા જ દાદર લાગે છે. બાદ માં અસલી અને નકલી દાદર વચ્ચે નો ભેદ પારખવા તે યુવાન પાણી નો ઉપયોગ કરે છે..જુઓ વિડીયો.

યુવાન ની અદભુત કળા જોઈ ને જોવા વાળા તેના ફેન થઇ ચુક્યા છે. અસલી નકલી દાદર માં થોડો પણ ફેરફાર લાગતો નથી. જયારે તેમાં પાણી રેડવામાં આવે ત્યારે ખ્યાલ આવ છે કે આ નકલી દાદર છે. આ વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો આ વિડીયો જોઈ ને આ યુવાન ની અદભુત કળા ના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

આવા અનેક લોકો હોય છે કે નાનપણ થી પોતાની આવડત દ્વારા અદભુત કલાકારી કરતા હોય છે. લોકો ને યોગ્ય પ્લેટફોર્મ ન મળવાના કારણે લોકો પોતાની કારીગરી અન્ય સમક્ષ પ્રસ્તુત કરી શકતા હોતા નથી. આ વિડીયો ને અત્યારસુધી માં 16-લાખ થી પણ વધુ લોકો એ જોઈ લીધો છે. આ કલાકાર ની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *