આફતમાં પણ આ વ્યક્તિએ શોધી કાઢ્યો દારૂ પીવાનો અનોખો રસ્તો. ગળાડૂબ પાણી ની વચ્ચે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા દેશ-દુનિયા ના ફની, જંગલી કે અન્ય ઘણા બધા વિડીયો થી ભરપૂર છે. એવો જ એક વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ ને લોકો હસવાનું રોકી શકતા નથી. લોકો ને એક વસ્તુ નો ભારે શોખ હોય છે તે છે દારૂ ની લત. દારૂ ની લત એકવાર લાગે પછી તે સહેલાઇ થી જય શકતી નથી. ગમે એ પરિસ્થિતિ હોય પણ વ્યક્તિ ને દારૂ વિના ચાલતું નથી.
આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ દારૂ પીવા માટે બોટમાં સવાર થઈને દારૂની દુકાન તરફ જાય છે. સૌથી મજાની વાત એ છે કે તે લાકડાના ટુકડામાંથી બોટ બનાવે છે. વીડિયો જોઈને લાગે છે કે બોટ કોઈ સૂકા ઝાડના મૂળની છે. આ દરમિયાન તે સુકાનનો સહારો પણ લઈ રહ્યો છે. તે હોડીની મદદથી દુકાન પર પહોંચે છે અને દારૂ ની ખરીદી કરે છે. ત્યારે દુકાનદાર પૈસા લીધા બાદ દારૂ આપે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે તે વ્યક્તિ તે દુકાનની સામે દારૂની બોટલ ખોલે છે અને પીવાનું શરૂ કરે છે. જ્યારે તેણે અડધી બોટલ પીધી અને ત્યારબા અડધી તે બોટલ બંધ કરીને તેના ખિસ્સામાં મૂકે છે..જુઓ વિડીયો.
O saaki saaki,
Saki saaki re….☺️☺️☺️☺️ pic.twitter.com/6gHV0dlFlr
— Rupin Sharma (@rupin1992) July 24, 2022
આ વ્યક્તિની આદત જોઈને આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં તુમ પે મરને લગે હૈ હમ, અને સાકી સાકી ગીત વાગી રહ્યું છે. આ વીડિયો ભારતીય સેવા અધિકારી રૂપિન શર્માએ સોશિયલ મીડિયા ટ્વિટર પર પોતાના એકાઉન્ટથી શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે- ઓ સાકી… સાકી, સાકી રે….આ વિડીયો જોઈ ને લોકો પણ હસી હસી ને બેવડા વળી ગયા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.