આ યુવાને ગધેડા સાથે એવું નિર્દયી-ખરાબ કૃત્ય કર્યું કે, જોઈ ને તમને યુવાન પર આવશે ગુસ્સો..જુઓ વિડીયો.
આજકાલ ના માણસો ને કોણ જાણે એવું તે શું થયું છે કે અમુક લોકો ને મૂંગા પશુ-પ્રાણીઓ ની મજાક મસ્તી કરવામાં ખુબ જ આનંદ આવતો હોય છે. આપણે આપણી આજુબાજુ નજર નાખીએ તો આવા અનેક લોકો સામે આવતા હોય છે કે જે મૂંગા જીવ ની મજાક-મસ્તી કરી ને તેને ચીડવતા હોય છે. રસ્તા પર એક બાજુ બેસેલ મૂંગા જીવ ને લોકો ચીડવી ને ભાગી જતા હોય છે અને ત્યારપછી તેનો આનંદ લેતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર શેર થયેલ છે.
આ વિડીયો મા જોઈ શકાય છે કે, એક યુવાન એક ગધેડા ને એકસાથે ધડાધડ ઝાપટો મારે છે. ઘડીક ઝાપટો મારે છે તો ક્યારેક લાતો મારે છે. ગધેડો એક એવું પ્રાણી છે કે, જેના પર તમે ગમે તેટલો વજન મુકો તે મૂંગે મૂંગે ચાલતો જ રહે છે. આ વ્યક્તિ ગધેડા ની ખુબ જ ધોલાય કરે છે. પરંતુ ગધેડા એ ત્યારબાદ બરોબર નો બદલો લીધો. જયારે તે યુવાન ગધેડા પર બેસ્યો ત્યારે ગધેડા એ તેને મેથીપાક ચખાડી દીધો..જુઓ વિડીયો.
View this post on Instagram
જયારે તે યુવાન ગધેડા પર બેસ્યો એટલે ગધેડા એ તેને ગોળ ગોળ ફેરવવાનું શરુ કર્યું. ગધેડો એટલી સ્પીડ મા ફર્યો કે યુવક પોતાને સંભાળી શકતો નથી. અને ફેરવી ફેરવી ને તે ગધેડા એ યુવાન ને જમીન પર પછાડી દીધો. ગધેડા એ બરોબર નો બદલો લઇ લીધો. આ વિડીયો ને અભિનેતા શક્તીક્પુરે પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલો છે. જેના કેપ્શન મા તેણે લખ્યું કે, જેસી કરની વેસી ભરની.
અ વિડીયો જોઈ ને લોકો યુવાન પર ગુસ્સો કાઢતા કોમેન્ટો કરી રહ્યા છે. લોકો કહે છે કે, ગધેડા એ બરોબર નો બદલો લઇ લીધો. બીજા અન્ય લોકો કહે છે કે આ યુવાન જ ગધેડા જેવો છે. આવી પ્રતિક્રિયાઓ આપી ને યુવાન ની ઝાટકણી કાઢી રહ્યા છે. આવા અનેક લોકો જોવા મળે છે જે આવું નિર્દયી કૃત્ય કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!