કરૂણ બનાવ ! એક મિત્ર ને બચાવવા 6-મિત્રો એ જાન જોખમ માં નાખી. તળાવ ના ઊંડા પાણી માં એકપછી એક..વાંચો આખી ઘટના.
હાલ વરસાદી માહોલ શરુ છે. એવામાં કોઈ ને કોઈ એવી ઘટના સામે આવતી જ રહે છે જેમાં કોઈ વ્યક્તિ નું ડૂબવાથી મૃત્યુ થયું હોય. વરસાદી માહોલ ની મજા લેવા લોકો પણ દરિયાકિનારે અથવા તો ધોધ ની મજા માણવા જતા હોય છે. એવી એક ઘટના સામે આવી છે. જેમાં ઉના જિલ્લા માં આવેલ ગોવિંદસાગર સરોવર માં એકસાથે 7-યુવકો ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા હતા.
વધુ વિગતે જાણીએ તો, પંજાબ રાજ્ય ના મહોલી થી 11-લોકો બાબા બાલકનાથ મંદિરે જય રહ્યા હતા. આ સમયે બાબા ગરીબદાસ મંદિર પાસે આવેલા ગોવિંદ સાગર તળાવ માં તે લોકો સ્નાન કરવા ઉતર્યા હતા. એવા માં એક યુવક અચાનક તળાવ માં ડૂબવા લાગ્યો હતો. તેને જોઈ ને તેના 7-મિત્રો તેને બચાવવા તળાવ માં કૂદી પડ્યા હતા. જોતજોતા માં સાતેય એકસાથે તળાવ ના ઊંડા પાણી માં ગરકાવ થવા લાગ્યા હતા. અકસ્માત ની જાણ સ્થાનિક લોકો ને થતા તે લોકો બચાવવા આવ્યા પણ ત્યાં સુધી માં તે ઊંડા પાણી માં ગરકાવ થઇ ચુક્યા હતા.
આ તમામ મોહાલી જિલ્લા નજીક આવેલા બનૂડ વિસ્તારમાં રહેતા હતા. DSP હેડક્વાર્ટર કુલવિંદર સિંહે જણાવ્યું હતું કે ડૂબનારા યુવકોમાં પવન (32-વર્ષ ), રમન કુમાર (19-વર્ષ ), લાભ સિંગ (17-વર્ષ ), લખવીર સિંહ (16-વર્ષ ), અરુણ કુમાર (14-વર્ષ ), વિશાલ કુમાર (18-વર્ષ ), શિવા (16-વર્ષ ) છે. ડૂબી જનારા 6 યુવકો 16થી 19 વર્ષની ઉંમરના હતા, જ્યારે એક યુવક 32 વર્ષનો હતો. આમ તમે એકસાથે ડૂબી જવાથી આજુબાજુ માં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટિમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ ગોતાખોરો ની મદદ થી તમામ યુવકો ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ની માહિતી અનુસાર આ ઘટના બપોરે 3.50 વાગ્યા ની આસપાસ બની હતી. પોલીસે આ લાશો ને બહાર કાઢી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે આ ઘટના ની જાણ તેમના પરિવાર ના લોકો ને પણ કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!