India

ધ્રુજાવી દેતો વિડીયો ! કિંગ કોબ્રા ઘર ના રસોડા માં લુપાઈ ને બેઠો હતો. જેવો તેને પકડવાની કોશિશ કરી કે અચાનક…જુઓ વિડીયો.

Spread the love

આપણે જે પૃથ્વી પર રહીએ છીએ. ત્યાં મનુષ્ય સિવાય અનેક એવા પશુ, પ્રાણીઓ અને જમીનની અંદર એવા ઘણા જીવજંતુઓ રહેતા હોય છે. કે જે ક્યારેક પોતાના દરો માંથી બહાર નીકળવા લાગે છે. ઉનાળાની ઋતુ હોય તો તીવ્ર ગરમીની અકડામણને કારણે તે લોકો બહાર આવતા હોય છે. અને જો ચોમાસુની ઋતુ હોય તો ઠંડક અનુભવતા તે લોકો દરોની બહાર આવતા હોય છે. એવામાં આપણા ઘરની કે ઘરની બહાર અથવા તો ઘરની અંદર અને એ વી જગ્યાઓ નાની મોટી હોય છે કે જ્યાં તે જીવજંતુઓ છુપાઈને બેસી ગયેલા હોય છે.

જ્યારે કોઈને ખ્યાલ આવે કે આપણા ઘરમાં આવા ઝેરી જીવજંતુ છે. ત્યારે તે લોકો તેને બહાર કાઢવાની કોશિશ કરતા હોય છે. પરંતુ તે દરમિયાન લોકો મૃત્યુના ભેટતા હોય છે. કારણ કે સાપ વીછી જેવા અનેક જીવજંતુ કે જે પોતાના ઝેર વડે ગમે તે લોકોને ડંખ મારી દેતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કિંગ કોબરા સાપ એક રસોડામાં એવી જગ્યા છુપાઈને બેઠીયો હતો કે લોકોનું ધ્યાન પણ ન જઈ શકે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મોનોકલીડ કોબ્રા કે જે ઘરના રસોડામાં આવેલા ગેસના બાટલાની પાછળ છુપાઈને બેઠો હતો. જ્યારે ઘરના લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તે લોકોએ તરત જ સાપ પકડવાવાળા વ્યક્તિને બોલાવ્યો હતો. સાપ પકડવાવાળા વ્યક્તિ આવીને ખૂબ જ સાવચેતી પૂર્વક આ સાપને પકડવાની ટ્રાય કરે છે. 10 મિનિટનો આ વિડિયો છે જેમાં જોઈ શકાય છે કે 10 મિનિટમાં સાપ અને તે વ્યક્તિ વચ્ચે ઘણી મથામણ થઈ હતી. આ સાપનું નામ ચંદ્ર નાગ જાણવા મળ્યું હતું.. જુઓ વિડીયો.

આ વ્યક્તિ સાપને પકડવા માટે ગેસના બાટલાને દૂર કરે છે કે, તરત જ સાપ તેની નજર સમક્ષ જોવા મળે છે. સાપ ક્રોધમાં આવી જાય છે અને આમ તેમ જવા લાગે છે. પરંતુ સાપ પકડનાર વ્યક્તિને જોવા મળે છે કે તે પોતાની સાથે સાપ પકડવા માટેનો એક સાધન પણ લાવ્યો હોય છે. જેના વડે પહેલા સાપને થોડો કાબુમાં લે છે. અને ત્યારબાદ તેને એક નાની પ્લાસ્ટિકની બરણીમાં નાખીને તેને પકડી લેવામાં આવે છે. આ વ્યક્તિ સાપને પકડવામાં સફળ થાય છે.

ચંદ્ર નાગની વાત કરીએ તો આ ભારત, ચીન, ભૂતા,ન વિયતનામ, નેપાળ, મલેશિયા, મ્યાનમાર જેવા દેશોમાં વધારે જોવા મળતો હોય છે. આ સાપનું ઝેર ખૂબ જ ગંભીર અસર કરી દેતું હોય છે. આ વિડીયો ભારતના રાજ્ય ઓડિશાનો જાણવા મળ્યું હતું. આ વિડીયો જોઈને લોકો પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સામાન્ય રીતે આ સાપ દર, ટેકરા, ગુફાઓ, તિરાડો અથવા લાકડાના ભાગોની વચ્ચે સંતાઈને બેઠો હોય છે. ચોમાસાની ઋતુમાં સાપ ને અનુકૂળ વાતાવરણ ન હોવાથી તે દરમાંથી બહાર આવીને આવી જગ્યા છુપાઈને બેઠા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *