માતા ના જન્મદિવસે 15-વર્ષ ના બાળકે જીવન ટૂંકાવ્યું..સ્યુસાઇડ નોટ માં માતા ને કહ્યું કે, હવે તમને સ્કૂલે લેટ નહીં થાય…
આજકાલ ના જમાનામા લોકો નું જીવન ખુબ જ મુશ્કિલ ભર્યું હોય છે. ઘણા લોકો ને બે ટક નું ભોજન પણ પ્રાપ્ત થતું હોતું નથી. એવામાં અનેક લોકો આર્થિક રીતે કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી બેસતા હોય છે. આજકાલ ના જમાના ના છોકરાઓ પણ ખુબ જ હોશિયાર થઇ ચુક્યા છે. તો આજકાલ ના છોકરા ને અમુક એવી વાતો નું જલ્દી થી ખોટું પણ લાગી જતું હોય છે. કે જેના કારણે તે લોકો ના ભરવાના પગલાંઓ ભરી બેસતા હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે.
એક 15-વર્ષ ના સગીરે તેની માતા ના જન્મ દિવસ ના દિવસે જ પોતે ગળાફાંસો ખાઈ ને જીવન ટૂંકાવી લીધું હતું. વધુ વિગતે જાણી એ તો, આ ઘાટાના રાજસ્થાન ની સામે આવી છે. જેમાં એક સગીરે ગળાફાંસો ખાઈ લીધો હતો. સગીર યુવક ની માતા સ્કૂલ માં શિક્ષિકા છે. આ ઘટના શુક્રવાર ના રોજ બની હતી. સગીર ના પિતા નું પણ થોડા સમય પહેલા અવસાન થઇ ચૂક્યું હતું. માતા-પુત્ર બે જ ઘર માં હતા.
જાણવા મળ્યું કે, સગીર પુત્ર તેની માતા પાસેથી બે દિવસ થી સ્કૂલ યુનિફોર્મ ની માંગણી કરી રહ્યો હતો. માતા એ કહ્યું તે તેને જરૂર થી સ્કૂલ યુનિફોર્મ અપાવશે. એવામાં શુક્રવારે જયારે તેની માતા સવારે સ્કૂલે કામ માટે જય રહી હતી. એ સમયે બાળકે ફરી યુનિફોર્મ ની માંગણી કરી હતી. પરંતુ માતા ને સ્કૂલે જવાનું મોડું થતું હોય માતા એ કહ્યું કે તે સાંજે સ્કૂલે થી આવશે ત્યાર બાદ તેને સ્કૂલ યૂનિફોર્મ જરૂર અપાવશે. અને માતા એ તેના પુત્ર ને આ બાબતે ઠપકો આપતા કહ્યું કે, તેને શાળા એ મોડું થઇ રહ્યું છે ને તે તેની પાસે યુનિફોર્મ ની માંગણી ના કરે.
આ બાબતે બાળક ને એટલું બધું માઠું લાગી ગયું હતું કે, જયારે માતા સ્કૂલે ગયા ત્યારબાદ બાળકે પંખા સાથે લટકીને પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો. સગીર બાળકે સ્યુસાઇડ નોટ માં લખ્યું હતું કે, ‘ મમ્મી હવે હવે તમે સ્કૂલે લેટ નહિ થાવ. હું તમને દુનિયાની સૌથી મોટી ભેટ આપી રહ્યો છું. જન્મદિવસ ની ભેટ- જન્મદિવસ ની શુભેરછા મમ્મી..’ બસ આટલું લખ્યું હતું. આ ઘટના બાદ પોલીસે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. માતા સહિત પરિવાર માં શોક નો માહોલ છવાય ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!