શું ખરેખર નહિં ગાઈ શકે કિંજલ દવે પોતાનું જ આ ગીત? શા કારણે મુકાયો પ્રતિબંધ જાણો…..
છેલ્લા બે વર્ષથી ભારતમાં કોરોના કાળ ચાલી રહ્યો હતો. એવામાં નવરાત્રીનો પવિત્ર તહેવાર આવ્યો પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શક્યા ન હતા. આ વર્ષે બે વર્ષની આતુરતાનો અંત લાવીને ખેલૈયાઓ માતાજીની પૂજા, અર્ચના કર્યા બાદ ધૂમધામ પૂર્વક ગરબા રમી રહ્યા છે અને ગુજરાતના ગાયક કલાકારો ની વાત કરીએ તો ગુજરાતના ગાયક કલાકારો જુદા જુદા શહેરોમાં જઈને પોતાના ગીતોની રમઝટ બોલાવીને ખેલૈયાઓને જુમાવી દેતા હોય છે.
એવા એક ગુજરાતના ગાયક કલાકાર એટલે કિંજલબેન દવે. કિંજલબેન દવે નું ચાર ચાર બંગડી વાળુ જ્યારે ગીત આવ્યું હતું ત્યારથી તે આખા ગુજરાતમાં ખૂબ જ નામના કમાઈ ચૂક્યા હતા. પરંતુ આ ચાર ચાર બંગડી વાળા ગીત ને લઈને ઘણો બધો વિવાદ ચાલી રહ્યો હતો અને અંતે હાલ કોર્ટનો એક ફેંસલો આવી ગયો છે. જેમાં કોર્ટે કિંજલબેન દવેને આ ચાર ચાર બંગડી વાળુ ગીત ગાવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ બાબતે વધુ વિગતે વાત કરીએ તો 20 ડિસેમ્બર 2016 આરટીસી ગુજરાતી ની youtube ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું. જે બાદ તે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જાન્યુઆરી 2017 માં રેડ રીબીન એન્ટર ટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે દાવો કર્યો હતો કે આ ગીત ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે ની સંકલ્પના નવેમ્બર 2015 માં કરી હતી અને 29 સપ્ટેમ્બર 2016 ના રોજ તેમણે કાઠીયાવાડી કિંગ્સની youtube ચેનલ ઉપર આ ગીતનો વિડીયો અપલોડ કર્યું હતું.
ત્યારબાદ કિંજલ દવે એ આ ગીત ગાયું ત્યારે કાર્તિક પટેલે કિંજલ દવે ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે કિંજલબેન દવે એ સામાન્ય ફેરફાર કરીને આ ગીતની નકલ રજૂ કરી છે. ત્યારબાદ કિંજલબેન દવેને નોટિસ પણ મોકલવામાં આવી હતી. પરંતુ 23 સપ્ટેમ્બર 2022 ના રોજ કેસની સુનાવણી વખતે કિંજલબેન દવે કોર્ટમાં હાજર થયા ન હતા અને કોર્ટે કહ્યું કે કાર્તિક પટેલે કાઠીયાવાડી કિંગ્સ ચેનલ ઉપર આ ગીત અપલોડ કર્યું હતું.
હાલ કોર્ટે એવું નિવેદન આપ્યું છે કે રેડ રીબીન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપી રાઈટ કેસમાં કોર્ટ કોઈ નિર્ણય ઉપર પહોંચે નહીં ત્યાં સુધી લાઈવ કોન્સેપ્ટમાં આ ગીત ગાવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. એટલે કે હવે કિંજલબેન દવે ચાર ચાર બંગડીવાળી ગીત પર જ્યાં સુધી કોર્ટ નો નિર્ણય ન આવે ત્યાં સુધી તે ગાઈ શકશે નહીં. આમ ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં હજુ કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી. પરંતુ માત્ર તેને ગાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!