ટીવી સિરિયલ માં દેવર-ભાભી નો રોલ ભજવનાર આ બે પાત્રો અસલ જીવન માં રહે છે લિવ-ઈન રિલેશન મા, જાણો કહાની.
આપણા ભારતમાં અનેક ટીવી સિરિયલો આવતી હોય છે. ટેલિવિઝન પર અનેક ટીવી સીરીયલ લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. જેમાં કોમેડી સિરિયલ, પારિવારિક સેરિયર લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. પારિવારિક સિરિયલો લોકો જોઈને તેની સ્ટોરી ખૂબ જ પસંદ કરતા હોય છે. એવી જ એક સીરીયલ કે જે આખા ભારતમાં પ્રખ્યાત છે તે છે અનુપમા.
અનુપમા સીરીયલ એવી છે કે જે લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે અને આ સીરીયલમાં ઘણા સમયથી નવા નવા કીરદારોની એન્ટ્રી થતી જ હોય છે. તેમાની એક અભિનેત્રી છે એશ્લેષા સાવંત. એશ્લેષા સાવંત ની વાત કરીએ તો તે અનુપમા શો માં અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્નાની ભાભી બરખા કાપડિયા નો કીરદાર નિભાવી રહી છે. એશ્લેષા સાવંત પોતાના ગ્લેમર લુખ કી લોકોને ખૂબ જ પ્રભાવિત કરતી હોય છે. તે ટીવી સિરિયલમાં જેટલી સુંદર દેખાય છે તેના કરતાં પણ પોતાના અસલ જીવનમાં ખૂબ જ સુંદર જોવા મળે છે.
એશ્લેષા સાવંતનો જન્મ 24 સપ્ટેમ્બર 1984 ના રોજ પુણેમાં થયો હતો. 37 વર્ષની એશ્લેષા સાવંત આ ઉંમરે પણ યુવા અભિનેત્રીઓને માત આપે તેવી તે સુંદર અભિનેત્રી છે. તેના અસલ જીવનની વાત કરીએ તો તેને ઘણા બધા શોમાં કામ કરેલું છે. જેમાં તેણે પવિત્ર રિશ્તા, પ્યાર કા દર્દ હે મીઠા મીઠા, પ્યારા પ્યારા, કુમકુમ વગેરે જેવી અને ટીવી સિરિયલોમાં કામ કરેલું છે. સાવંતની વાત કરવામાં આવે તો તે છેલ્લા ૧૮ વર્ષોથી ટીવીના અભિનેતા સંદીપ બસવાના ને ડેટ કરી રહી છે.
આ બંને ની રિલેશનશિપની વાત કરવામાં આવે તો ક્યોકી સાસ ભી કભી બહુ થી આ ટીવી સિરિયલમાં બંને એ દેવર અને ભાભી નું કીરદાર નિભાવ્યો હતો. અને અસલ જિંદગીમાં બંને એકબીજા સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા નથી. પરંતુ એકબીજા સાથે રહીને લીવ ઇન માં તો રહે જ છે. આ બાબતે વધુ વાત કરીએ તો બંનેની મુલાકાત શો ના સેટ ઉપર જ થઈ હતી.
આ બાબતે એશ્લેષા સાવંતે કહ્યું કે સાથે રહેવાથી સિક્યુરિટી વધે છે ના કે ડાયમંડ્સ કાર કે ઘર આપવાથી. તે કહે છે કે શરૂઆતમાં સંદીપ સાથે થોડી અસહચ હતી. પણ ધીમે ધીમે બધું ઠીક થઈ ગયું હતું. ખુશ રહેવા માટે રજીસ્ટ્રેશન કાગળની જરૂર નથી. આ બાબતે સંદીપ એ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણે ખુશ છીએ ત્યાં સુધી સાથે રહીશું રિલેશનશિપ જીવનને આસન બનાવી દે છે. જ્યારે અમને બાળકની જરૂર થશે ત્યારે અમે લગ્ન કરી લેશું. આમ બંનેને એકબીજા સાથે ટીવી સિરિયલમાં દેવર ભાભીનું પાત્ર નીભાવ્યા પછી અસલ જિંદગીમાં બંને રિલેશનશિપમાં રહેતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!