બોયફ્રેન્ડ સાથે માલદીવ માં મજા માણતી રશ્મિકા મંદાના અલગ જ લુક માં જોવા મળી, તસ્વીર જોઈ થઇ જશે દીવાના જુઓ તસ્વીર.
સાઉથની સુપર સ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના નું હાલમાં જ બોલીવુડનું પ્રથમ મુવી ગુડ બોય રિલીઝ થયું હતું. રશ્મિકા મંદાના બૉલીવુડ ના મહાન અભિનેતા અને સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા સાથે અનેક એવા નામી લોકો સાથે કામ કર્યું હતું અને ગુડ બોય મુવી માં જોવા મળી હતી. હાલ રશ્મિકા મંદાના એ તેના instagram એકાઉન્ટ પર થોડી તસ્વીરો શેર કરી છે તે તેના બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવના પ્રવાસે ગયેલી જોવા મળે છે.
રશ્મિકા મંદાના અને તેનો બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા મુંબઈ એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા. ત્યારબાદ તેને પોતાના instagram એકાઉન્ટ પર ઘણી બધી તસવીરો શેર કરેલી જોવા મળે છે. ન્યૂ સાઉથ સિનેમાના સૌથી લોકપ્રિય અને પ્રેમાળ કપલ વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાના આ દિવસોમાં માલદીવમાં છે. જ્યાં તેઓ બંને તેમના વેકેશનનો આનંદ માણી રહ્યા છે.
તસવીરોમાં, બાલા બ્રશ કરેલ રશ્મિકા મંદાના ફ્લોરલ મેક્સી ડ્રેસ પહેરેલી જોવા મળે છે. પોતાના વેકેશનની તસવીર શેર કરતા રશ્મિકા મંદાના એ કેપ્શનમાં લખ્યું- ‘હાય લવ’. આ સાથે રશ્મિએ 2 હાર્ટ ઇમોજી પણ શેર કર્યા છે.જોકે, રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડાએ એકબીજાને માત્ર તેમના સારા મિત્રો તરીકે કહ્યા છે અને હજુ સુધી તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
રશ્મિકા મંદાના એ આ દિવસોમાં નેશનલ ક્રશ નું ટાઈટલ પોતાના નામ કરેલું જોવા મળે છે. તે ભારતમાં નેશનલ ક્રશ ના નામે જાણીતી છે. રશ્મિકા મંદાના થોડા જ દિવસોમાં ખૂબ જ જાણીતી અભિનેત્રી થઈ ચૂકી છે. આગામી બોલીવુડમાં તે પોતાનો યોગદાન આપવા માટે હવે તૈયાર થયેલી જોવા મળે છે. રશ્મિકા મંદાના ના આખા ભારતમાં ઘણા બધા ચાહકો જોવા મળે છે. તેના ફોટા તેના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!