ઓસ્ટ્રેલિયન ભૂરી પડી ભારતીય પૂજારી ના પ્રેમ માં! લગ્ન કરી બંને આશ્રમ માં થયા સ્થાયી જાણો રસપ્રદ કહાની.
રોજબરોજ સોશિયલ મીડિયા થકી આપણે દેશ વિદેશની માહિતીઓ થી માહિતગાર થતા હોઈએ છીએ. આપણા ભારત દેશની સંસ્કૃતિ અને મહાનતા એવી છે કે અનેક લોકો આપણી સંસ્કૃતિ ઓથી પ્રભાવિત થઈને ભારત દેશ ભ્રમણ કરવા આવતા હોય છે અને ક્યારેક તો ભારત દેશના યુવાનો સાથે જ લગ્ન કરી બેસતા હોય છે.
એટલે કે વિદેશમાંથી અનેક વિદેશી યુવતીઓ ભારત ભ્રમણ અથવા તો ભારત દર્શન માટે આવતી હોય છે અને કોઈ ભારતીય યુવાનના પ્રેમમાં પડી જતી હોય છે અને અહીં જ સ્થાયી થઈ જતી હોય છે. પરંતુ એક ઘટના એવી આવી છે કે જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. એક ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી ભારતમાં ભારત દર્શન માટે આવી હતી અને એક મંદિરના પૂજારી ના પ્રેમમાં પડી અને મંદિરના પૂજારી સાથે જ હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતા.
આ બાબતે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાથી જુલિયા નામની યુવતી ભારત દર્શન માટે આવી હતી અને તે ભારત દર્શન કરતી વેળાએ બદ્રીનાથ મંદિરમાં દર્શન કરવા ગઈ ત્યારે બાબા સિધ્ધાંત બર્ફાની ને મળી ત્યારબાદ તેમનાથી પ્રભાવિત થઈ અને તે પછી તેમના આશ્રમ ચમોલી ગઈ અને બાબા અને આ ઓસ્ટ્રેલિયાની યુવતી ને બંનેને પ્રેમ થઈ ગયો અને બંનેએ હિંદુ રીતી રિવાજ મુજબ લગ્ન કરી નાખ્યા.
અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની જુલિયા એ પોતાનું નામ બદલીને માતા ઋષિવન રાખ્યું અને હાલ બંને આશ્રમમાં સ્થાયી થયેલા જોવા મળે છે. આમ આ અનોખો કિસ્સો જાણીને લોકો પણ ચોકી ઉઠ્યા છે. આવા અનેક કિસ્સાઓ રોજબરોજ આપણી સમક્ષ આવતા હોય છે. લોકો આપણી ભારતિય સંસ્કૃતિ થી પ્રભાવિત થઇ ને પણ અહીં ભ્રમણ કરવા આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!