વૈશાલી ઠક્કરે સુસાઇડ નોટ માં લખ્યું કે હવે તે સહન નહીં કરી શકે,તે એક સારી દીકરી ન બની શકી I Quit જાણો બીજું શું-શું લખ્યું છે.
રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક મોટા સેલિબ્રિટીઓ પણ આત્મહત્યા કરી લેતા હોય છે. એવી જ એક ઘટના ફરી સામે આવે છે. ટેલિવિઝનની મશહૂર અભિનેત્રી વૈશાલી ઠક્કરે પોતાના ઘરે રવિવારના રોજ આત્મહત્યા કરી લીધી હતી. સાત વર્ષથી મુંબઈમાં રહેતી વૈશાલી ઠક્કર છેલ્લા એક વર્ષથી પોતાના ઘર મધ્યપ્રદેશ ઇન્દોરમાં રહેતી હતી જેને આત્મહત્યા કરી લીધેલી છે.
આત્મહત્યાની જાણકારી સામે આવતા તેના ચાહકો તથા ટેલિવિઝનની ઇન્ડસ્ટ્રીમાં ભારે હડકમ મચી જવા પામી છે માહિતી મળી કે જ્યારે પોલીસને આ બાબતે જાણ થય ત્યારે પોલીસ તેના ઘરે પહોંચી હતી ત્યારે પોલીસે વૈશાલીના રૂમની તપાસ કરતા તેને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે વૈશાલીને તેના બોયફ્રેન્ડ તરફથી દગો મળતા વૈશાલી ઠક્કરે આ પગલું ભરેલું છે.
પોલીસને વૈશાલી ઠક્કરની લાશ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવે છે. સુસાઇડ નોટમાં વૈશાલી ઠક્કરે પોતાના મરવાનું કારણ જણાવ્યું હતું. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા બસ હવે નહીં બહુ પરેશાન થઈ ગયા. તમે બધા મારા માટે અને હું મારી જાત માટે માત્ર હું જ જાણું છું કે છેલ્લા બે વર્ષમાં હું કેવી લડાઈ લડી રહી છું. રાહુલ નવલા ની એ મારી સાથે શું શું ખોટું કર્યું તે હું જણાવી શકું તેમ નથી.
તેને મારું ઈમોશનલ શોષણ કર્યું મને ફિઝિકલ ટોર્ચર કર્યું. અને અંતે તેને જ કહ્યું હતું કે હું તારા લગ્ન થવા નહીં દઉં. આગળ વૈશાલી ઠક્કરે સુસાઇડ નોટમાં પોતાના માતા પિતાની પાસે માફી માંગી હતી તેને લખ્યું કે હવે તે વધારે સહન કરી શકે તેમ નથી. આગળ લખ્યું કે તે એક સારી દીકરી ન બની શકી અને સુસાઇડ નોટમાં અંતે તેના આઈ ક્વીટ લખેલું જોવા મળે છે.
વૈશાલી ઠક્કરના બોયફ્રેન્ડ રાહુલની વાત કરવામાં આવે તો તે રાહુલ નવલાની કે જે ઇન્દોરમાં વૈશાલીની બાજુમાં રહેતો હતો. તે એક મોટો બિઝનેસમેન છે. પહેલા રાહુલ અને વૈશાલી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ બાદમાં રાહુલ વૈશાલીને ટોર્ચર કરવા લાગતો હતો અને તે ધમકીઓ દેતો હતો કે તે તેના લગ્ન નહીં થવા દે અને વૈશાલી ઠક્કરે તેની સગાઈ પણ તોડી નાખી હતી અને અંતે વૈશાલી ઠક્કરે કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. હવે પોલીસ આ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!