કેદારનાથ માં હેલીકૉપટર ક્રેશ થતા ભાવનગર ની 3-યુવતી એ ગુમાવ્યો જીવ એક યુવતી નો જન્મદિવસ જ બન્યો, જાણો વિગતે.
કેદારનાથમાં અવારનવાર અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. કારણ કે કેદારનાથમાં ક્યારે કઈ કુદરતી આફત આવી પડે તે કહી જ શકાતું નથી. થોડા સમય પહેલા જ ત્યાં આભ ફાટવાની ઘટના બની હતી. એવામાં હાલ કેદારનાથમાં કેદારનાથ મંદિરથી બે કિલોમીટર દૂર એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. આ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બનતા તેમાં કુલ સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જેમાં બે પાયલોટ નો સમાવેશ થાય છે અન્ય પાંચ લોકોમાં આપણા ગુજરાતના ભાવનગર જિલ્લાની ત્રણ યુવતીઓ સવાર હતી જેનું કરુણ મૃત્યુ નીપજી ગયું હતું. આ બાબતે ભાવનગરમાં વસતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક યુવતીઓ કે જેના નામ ઉર્વી જયેશભાઈ બારડ, કૃતિ કમલેશભાઈ બારડ અને ત્રીજી યુવતી પુરવા રામાનુજ કે જે શિહોરની રહેવાસી છે. જ્યારે ઉર્વી અને કૃતિ કે જે બંને પિતરાઈ બહેનો છે જે દેસાઈ નગર બે વિસ્તારમાં રહેતી હતી.
આ ત્રણેય યુવતીઓ તારીખ 14 ના રોજ કેદારનાથ દર્શને ગઈ હતી અને 17 તારીખના રોજ હેલિકોપ્ટર બુક કરીને ત્યાંથી પરત ફરવાનું આયોજન કરી રહી હતી. એવામાં આ દુઃખદ દુર્ઘટના સામે આવી હતી. મૃતક યુવતીઓના જીવનની વાત કરેએ તો ઉર્વી બારડ કે જે અમદાવાદની આઇટી કંપનીમાં જોબ કરતી હતી. તેની બે મહિના અગાઉ જ સગાઈ થઈ હતી.
જ્યારે કૃતિની વાત કરીએ તો તે તેના પરિવારની એકની એક દીકરી હતી અને તે ભાવનગરની અલોહા સ્કૂલમાં નોકરી કરતી હતી. જે દિવસે આ ઘટના બની એ જ દિવસે કૃતિનો જન્મદિવસ હતો. કૃતિના મૃત્યુ બાદ પિતરાઈ બહેનો ના ફોટા પરિવારજનોએ સ્ટેટસમાં મૂકીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ આ દુઃખદ ઘટના બનતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ બાબતે સરકારે દુઃખ વ્યક્ત કરીને મૃતકના પરિવારજનો માટે ચાર ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. મૃતક યુવતીઓના મૃતદેહો ઉત્તરાખંડ સરકારે પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી બાદમાં તેને તહેરાદુનથી હવાઈ માર્ગ દ્વારા ગુજરાત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી હતી. આમ આ દુઃખદ ઘટના સામે આવતા પરિવારમાં ખૂબ જ શોકની લાગણી ફેલાઈ ચૂકી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!