ભારતીય ક્રિકેટ ટિમ ના ખેલાડીઓ ને સલામ ! ટિમ ને જીતાડવા લગાવી દીધી બાઝી એક એક ખેલાડી ની આંખ માં હતા આંસુ, જુઓ દ્રશ્યો.
ઓસ્ટ્રેલિયામાં t20 વર્લ્ડ કપ નો પ્રારંભ થઈ ચૂકેલો છે. એવામાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન દેશ સામે હતી અને આ અજંપા ભર્યા સ્થિતિમાંથી મેચ પસાર થઈ રહી હતી. પરંતુ અંતે ભારતીય લોકોની પ્રાર્થના ભારતીય ટીમના ખેલાડીઓ માટે કામ લાગી અને અંતે છેલ્લા બોલે પણ ભારતીય ટીમનો વિજય થયો હતો. આ વિજય થતાની સાથે જે ક્ષણો જોવા મળી હતી તે ખરેખર ભાગ્યે જ જોવા મળતી હોય છે. દરેક ખેલાડીઓ ની આંખમાં આંસુ વહી રહ્યા હતા અને આ ટીમની જીતને લોકો વધાવી રહ્યા હતા.
મેચની વાત કરવામાં આવે તો જ્યારે ભારત દેશના ટીમના ખેલાડીઓ પીચ પર બેટિંગ કરવા આવ્યા ત્યારે ભારત દેશની 31 રને ચાર વિકેટ પડી ગઈ હતી પરંતુ આખરે હાર્દિક અને વિરાટ કોહલી ની ભાગીદારી ખૂબ જ જામી હતી. જેમાં વિરાટ કોહલી એ અણનમ ૮૨ રન બનાવ્યા હતા. જે ટીમ માટે ખૂબ જ મહત્વના સાબિત થયા હતા.
છેલ્લા બોલ સુઘી મેચ એટલી રોમાંચક સ્થિતિમાં હતી કે લોકોના હૃદયની ધડકન પણ ઝડપી થવા લાગી હતી અને પવેલીયન ઉપર દાદરા ઉપર બેસીને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા જ્યારે છેલ્લા બોલ સુધી રાહ જોઈ રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના ખેલાડી રવિશ્ચંદ્ર અશ્વિને છેલ્લા બોલ ઉપર ફોર મારી દેતા ટીમના ખેલાડીઓ મેદાન વચ્ચે આવી ગયા હતા અને રોહિત શર્માએ વિરાટ કોહલીને તેડીને જીતની ઉજવણી કરી હતી.
તો બીજી તરફ હાર્દિક પંડ્યા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેને મીડિયા સમક્ષ કહ્યું હતું કે મેં પાકિસ્તાન સાથેની મેચ પહેલા રાહુલ સરને કહ્યું હતું કે હું દસ મહિના પહેલા ક્યાં હતો અને હવે ક્યાં છું. મારા માટે આ મોટી વાત છે તેને કહ્યું કે એક સમયે તે તેના ફ્રેન્ડની બાજુમાં બેસીને ભારત પાકિસ્તાનની મેચ જોતા અને ત્યારે ભારતીય તેમની જીતની ઉજવણી કરતા. આજે તે ખુદ આ ટીમમાં સામેલ છે તેને કહ્યું કે આ બધી તેના પિતાની મહેનતનું પરિણામ છે.
એ સમયે ત્યાં ઉભેલા ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાને ગળે લગાવીને શાંત કરાવ્યા હતા. તો બીજી તરફ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી બંને એકસાથે જોવા મળ્યા હતા. એ સમયે વિરાટ કોહલી નાના બાળકની જેમ રાહુલના ખભા ઉપર મોઢું રાખીને રડી રહ્યો હતો. આવી ક્ષણ તો ભાગ્યે જ જોવા મળતી હોય છે.
આ સમયે કોમેન્ટેટર એવા હર્ષા ભોગલે એ કહ્યું કે તે ઘણા સમયથી વિરાટ કોહલીને ક્રિકેટ રમતા જોવે છે પરંતુ આવી રીતે તેની આંખમાંથી આંસુ તો પહેલીવાર જ તેને જોયા હશે. આમ દિવાળી પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ભારતમાં દિવાળી જેવો માહોલ કરી દીધો હતો અને ભારતને શાનદાર જીત અપાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!