સુરત- બાબરીયા પરિવાર ના અનોખા લગ્ન જે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કંકોત્રી માં લખાવ્યું કે, તમામ વિધિ..જાણો વિગતે.
હાલ આપણા ભારતમાં અને ગુજરાતમાં લગ્નની સિઝન અને શિયાળાની ઋતુ ખૂબ જ ધૂમધામ થી ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ લગ્ન નું ઘોડાપૂર આવ્યું હોય તેમ એક પછી એક લગ્ન થઈ રહ્યા છે. પરંતુ લગ્ન પ્રસંગને ઘર પરિવારના સભ્યો કંઈક અલગ રીતે યાદગાર બનાવતા હોય છે. આજના જમાનામાં લોકો લગ્ન પાછળ ખૂબ જ ખર્ચો કરી બેસતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાના લગ્ન પ્રસંગમાં એવું કાર્ય કરતા હોય છે કે,
જેને સાંભળીને સમાજમાં તેની વાહ વાહ થવા લાગતી હોય છે. એવો જ એક કિસ્સો હાલ સુરત જિલ્લામાં રહેતા બાબરીયા પરિવારમાંથી સામે આવ્યો છે. પરિવારના સભ્યોએ પોતાની દીકરીના લગ્ન હોય લગ્ન કંકોત્રીમાં એવું લખાવ્યું હતું કે જેને સાંભળીને સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો તથા સમાજમાં બાબરીયા પરિવારની વાહ વાહ થવા લાગી હતી. પહેલા તો બાબરીયા પરિવારે દીકરી ના લગ્ન માં ડિજિટલ લગ્ન કંકોત્રી છપાવી હતી.
વધુ વિગતે વાત કરીએ તો સુરત શહેરના રહેવાસી ચી. હેતલ ના લગ્ન 25 ડિસેમ્બર 2022 ના રોજ સુરત ખાતે યોજવાના છે. પોતાની બહેનના લગ્નને યાદગાર બનાવવા જનકભાઈ બાબરીયાએ લગ્નની કંકોત્રીમાં નોંધ મૂકી હતી જેમાં સુંદર વાક્ય લખ્યું હતું જેમાં લખ્યું હતું કે મંડપ મુહૂર્ત અને પીઠી ની રસમ ઘર મેળે રાખી છે- ચાંદલા-વાસણ વાસણ પેટે રોકડા- કવર- ગિફ્ટ સ્વીકારવાની પ્રથા પણ બંધ રાખેલ છે. મામેરુ- પાઠ- ઉઠામણ-પહ ની પ્રથા બંધ રાખેલ છે.
આમ બાબરીયા પરિવાર એ પોતાની દીકરીના લગ્નમાં લગભગ બધી પ્રથા મોકૂફ રાખી હતી અને એક અનોખા લગ્ન નું આયોજન કર્યું છે. આજના જમાનામાં લોકો ખૂબ પૈસા ખર્ચી ને જે લગ્ન કરે છે તેના માટે એક અનોખું ઉદાહરણ કહી શકાય કે બાબરીયા પરિવારે દીકરીના લગ્નમાં ખૂબ જ ઓછા ખર્ચે દીકરીના લગ્ન નું આયોજન કરવા જય રહ્યા છે. આમ આવા અનેક કિસ્સાઓ ગુજરાતમાંથી રોજબરોજ સામે આવતા હોય છે ત્યારે કેટલાક લોકો ચાંદલા ની રકમને દાન ભેટમાં આપી દેતા હોય છે અને પુણ્યનું કામ કમાતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!