ફેસબુક માં લાઈવ યુવક મોત ને ભેટ્યો ! મરતા મરતા જણાવ્યું મોત નું કારણ પરંતુ કહાની નું ટ્વીસ્ટ જાણી ચોકી ઉઠશે.
રોજબરોજ હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ આપણા ભારતમાંથી આવવા સામાન્ય થઈ ચૂક્યા છે. નાની એવી વાતમાં લોકો આત્મહત્યા કરી બેસતા હોય છે. બિહારના નવાદા માંથી એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે પોતાના ટ્રકમાં facebook માં લાઈવ થયો અને ત્યારબાદ એક પછી એક પાંચ સલ્ફાસ ની ગોળીઓ ખાઈ લીધી અને આત્મહત્યા કરી લીધી હતી.
વધુ વિગતે વાત કરીએ તો આ યુવકનું નામ બબલુરામ જાણવા મળ્યું છે કે જેની ઉંમર ૩૫ વર્ષ હતી. જાણવા મળ્યું કે બબલુરામ એક ટ્રક ડ્રાઇવર હતો. તેને પત્ની અને માતા પણ છે સાથે ત્રણ બાળકો પણ છે. આ યુવકે ટ્રકમાં જ પોતે આત્મહત્યા કરી લીધી હતી. સલ્ફાસની પાંચ ગોળીઓ ખાઈ લેતા યુવક મોતને ભેટ્યો હતો. યુવક facebook માં લાઈવ થઈને અનેક આરોપો લગાવ્યા છે.
જેમાં યુવકે કહ્યું કે તેની પત્ની ના ગામના લોકો સાથે આડા સંબંધો હોય તેના લીધે તે આપઘાત કરી રહ્યો છે. તો બીજી તરફ ગામના મુખિયા અને ધાનુ ઠાકર નામના વ્યક્તિ ઉપર પણ ગંભીર આરોપો લગાવ્યા છે જેના કારણે તેને આપઘાત કરી લીધો હતો અને તેને કહ્યું કે તેના પરિવાર ઉપર વારંવાર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. પરંતુ આ બાબતે મૃતક બબલુ રામની માતા એ નિવેદન આપતા કહ્યું કે
તેના પુત્રની માનસિક હાલત સારી ન હતી જેને કારણે તેને આ પગલું ભર્યું હતું. મૃતક બબલુ રામે તેની પત્ની ઉપર અને અન્ય લોકો સાથેના આડા સંબંધોની વાત કરી હતી તે આરોપોને પણ મૃતક ની માતાએ નકારી દીધા હતા અને કહ્યું હતું કે તેનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હતો આથી તેને આત્મહત્યા કરી લીધી છે.
ગામના લોકો અને પંચાયતના મુખિયા એ પણ કહ્યું છે કે યુવક ની માનસિક હાલત યોગ્ય ન હોવાને લીધે તેને આત્મહત્યા કરી લીધી છે. આમ આ કેસમાં બે પાસાઓ જોવા મળે છે. પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાનો ગુનો નથી તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!