સુરતીલાલા નહીં કરે એટલું ઓછું ! ચીકુ-કેળા વડે કાકા એ બનાવી નાખી એવી ચા કે લોકો ના મગજ નું થઇ ગયું દહીં, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા લોકો માટે મનોરંજન નું સાધન બની ગયું છે. આપણા ભારતમાં લોકો સૌથી વધુ ચા અને કોફી નું પીણું પિતા જોવા મળે છે. કેટલાક લોકોને એવી ટેવ છે કે સવારે જાગીને તો ચા ન મળે તો તેને સવાર સવાર પડતી નથી. કારણ કે ચા પીવાથી મગજ એકદમ ફ્રેશ થઈ જશે. અને શરીર પણ તાજુ થઈ જાય છે. ભારતમાં ઘણા લોકો રસ્તા પર ચાની કેટલી નાખીને પોતાનું રોજગાર ચલાવતા હોય છે.
ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં ચાની કેટલી ચલાવતા એક કાકાએ એવી ચા બનાવી કે જેને જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે. સામાન્ય રીતે લોકો જયારે ચા બનાવે ત્યારે તેમાં આદુ અથવા તો ચા નો મસાલો નાખતા હોય છે. કારણ કે આદુ અને ચાનો મસાલો નાખ્યા બાદ ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ વિડીયો માં જોઈ શકાય છે તેમ એક કાકા ચા બનાવે છે. તે પહેલા તેમાં પાણી અને દૂધ સાથે એક તપેલીમાં કેળા અને ચા ના પાંદડા નાખે છે. ત્યારબાદ ચીકુના ટુકડા કરે છે અને ત્યારબાદ સફરજન ને ટુકડા કરીને તેને ઝીણી નાખે છે.
આજકાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે સુરતમાં આવેલા એક સ્ટેટ બેન્ડર આ ચા બનાવવાનો સફળ પ્રયોગ કર્યો હતો. આ વીડિયોને instagram ના પેજ ફૂડી ઇન કારનેટ પર ફૂડ બ્લોગર અમર શીરોહી નામના એક વ્યક્તિએ પોસ્ટ કરેલો છે. લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયા વાપરી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયો જોઈને કેટલી પરના ચા ના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકો એવી કમેન્ટ કરે છે કે ‘બસ આટલું જ બાકી હતું ચા પીવામાં’ અને બીજા યુઝર લખ્યું કે આતે કેવો પ્રયોગ?
આવા અનેક લોકો જોવા મળે છે કે જે પોતાને અવનવા પ્રયોગ કરીને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે. ક્યારેક લોકોનો પ્રયોગ સફળ પણ થતો હોય છે તો ક્યારેક લોકોને પ્રયોગ નિષ્ફળ પણ થતો હોય છે. પરંતુ આવો વિડિયો તમે ક્યારેય નહીં જોવે કે જેમાં કોઈ ચાની કીટલી પર ચા બનાવવા વાળા ચા ની અંદર ફ્રુટ નાખીને ચા બનાવતા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!