વડોદરા- ઉતરાયણ પહેલા પૂર્વ નેશનલ હોકી પ્લેયર નો પતંગ ની દોરી એ લીધો ભોગ ! ગળા માં દોરી ફસાઈ જતા તમામ નસો,
ઉતરાયણ ને હજુ 12 થી 13 દિવસની વાર છે. એવામાં પતંગની દોરીઓ થી મૃત્યુ થવાના સમાચારો સામે આવવા પણ લાગ્યા છે. સરકાર દ્વારા ચાઈનીઝ દોરીઓ પર પ્રતિબંધ મૂકવા છતાં બજારમાં ચાઈનીઝ દોરી નું વેચાણ ગેરકાયદેસર રીતે થતું હોય છે. પતંગની દોરીથી વડોદરામાં રહેતા નેશનલ હોકી પ્લેયર નું ગળું કપાઈ જતાં તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતે વાત કરીએ તો રવિવાર સાંજે 6:30 વાગ્યાની આજુબાજુ વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ કે જેની ઉંમર ૩૦ વર્ષ હતી. તે કોઈ કામ અર્થે આરવી દેસાઈ રોડ પર નીકળ્યો હતો એ સમયે નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇક સવાર રાહુલ બાથમ ના ગળામાં પતંગની દોરી આવી અને ગળા ને ચીરી નાખ્યું હતું. આ ઘટના બાદ લોકોએ 108 દ્વારા ઘાયલ યુવાનને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પરંતુ ઘટના એટલી બધી ભયંકર હતી કે રાહુલના ગળાની ઘણી બધી નસો કપાઈ ચૂકી હતી. નસો કપાવવાને કારણે તેમાંથી લોહી પણ વહી ગયું હતું. આથી રાહુલ બાથમનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. પરિવારને જાણ થતા પરિવારમાં આભ ફાટી હોય તેવી મહામુસીબત આવી ચૂકી છે. પતંગની દોરીથી આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે અને મનુષ્ય ઉપરાંત પશુ-પક્ષીઓને પણ મોટા પ્રમાણમાંઇજાઓ થતી હોય છે અને મોતને ભેટતા હોય છે.
સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે અનેક પગલાઓ ભરવામાં આવે છે. પરંતુ લોકો પશુ પક્ષીઓને બચાવવામાં ના કામ થઈ જતા હોય છે અને પતંગ ચગાવવામાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોય છે કે તેઓને પશુ પક્ષીઓના જીવની કંઈ પણ ચિંતા હોતી નથી અને અંતે પશુ પક્ષીઓ સહિત મનુષ્યને પણ મોતને ભેટવું પડતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!