લગ્ન બાદ તરત દંપતી એ એવું કાર્ય કર્યું કે કોઈ સપના માં પણ વિચારી ના શકે લગ્ન બાદ તરત પ્રમુખસ્વામી મહોત્સવ, જાણો
ગુજરાતના અમદાવાદ શહેરમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓની ભીડમાં રોજેરોજ ખૂબ વધારો થતો જાય છે. હવે થોડાક જ દિવસો મહોત્સવને પૂરા થવાના બાકી છે એવામાં લોકો ઉમળકાભેર આ નગરમાં આવીને ધન્યતા અનુભવવા લાગ્યા છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં વિદેશમાંથી પણ અનેક ભક્તો અહીં સેવા માટે આવ્યા છે અને અનેક લોકો દિવસ રાત સેવામાં જોડાયેલ જોવા મળે છે.
એવા જ એક દંપતિની વાત કરીશું કે જેની સેવા જાણીને તમે પણ દંગ રહી જશો. વાત કરીએ તો અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતા સૌમિલ કમલેશ મોદી એ એપ્રિલ 2022 માં સગાઈ કરી હતી. સગાઈ કર્યા બાદ દંપતિ વિચારમાં હતા કે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી શરૂ થાય તે પહેલા લગ્ન કરવા કે ત્યારબાદ.
આ બાબતે યુવકે મહંત સ્વામીને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યું હતું તો મહંત સ્વામી એ આશીર્વચન આપતા કહ્યું કે શતાબ્દી મહોત્સવ પહેલા જ લગ્ન વિધિ કરી લો આથી તમે સજોડી શતાબ્દી મહોત્સવમાં સેવા કરી શકો. આથી દંપતીએ 27-11-2022 ના રોજ લગ્ન કરી લીધા. લગ્ન બાદ પતિ પત્ની એ ફરવા જવાનું પણ ટાળી દીધું અને 11 ડિસેમ્બર 2022 ના રોજ થી પ્રમુખસ્વામીના નગરમાં સેવા આપવા માટે આવી ગયા હતા અને સજોડે બંને પ્રમુખસ્વામીના નગરમાં સેવા આપી રહ્યા છે.
મીડિયા ના પૂછેલા પ્રશ્નના જવાબમાં યુવકે કહ્યું હતું કે અમે લગ્ન પછી ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ શતાબ્દી મહોત્સવ 100 વર્ષમાં એકવાર આવે છે. આથી શતાબ્દી મહોત્સવમાં સેવાનો લાભ લેવો અનિવાર્ય હતો. આથી તે લોકોએ ફરવા જવાનું ટાળ્યું અને નગરમાં આવીને સેવા કરવાનું શરૂ કર્યું. આમ અનોખો કિસ્સો સામે આવ્યો છે. લોકો પ્રમુખસ્વામી ના શતાબ્દી મહોત્સવમાં આવીને ખૂબ આનંદિત થઈ રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!