India

આ છે રણ નું સોનું ! રાજસ્થાન ના ખેડૂતો એક એકર જમીન માં આ પાક ની ખેતી દ્વારા કરે છે લાખો ની કમાણી, જાણો વિગતે.

Spread the love

આપણા ભારત દેશમાં વસતા લગભગ મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. આજકાલ ભારતમાં વસતા લોકો વિદેશી પાકોનું વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં કરવા લાગ્યા છે. ખાસ કરીને રાજસ્થાનના રણ વિસ્તારમાં અને કચ્છના રણ વિસ્તારમાં પાણીની ખૂબ તંગીના કારણે લોકો ખેતીનો વ્યવસાય કરી શકતા નથી.

પરંતુ રાજસ્થાનના હનુમાનગઢ વિસ્તારમાં રહેતા ખેડૂતો એવી ખેતી કરે છે કે જેના થકી વર્ષે લાખોની કમાણી કરી શકે છે. રાજસ્થાનના રણ વિસ્તારમાં પાણીની તંગી હોવાને કારણે ત્યાં વસતા ખેડૂતો જોજોબા નામના વિદેશી તેલીબીયા પાકનું વાવેતર કરે છે. આ જોજોબા તેલીબિયાનો પાક ખાસ કરીને ઇઝરાયેલ જેવા રેતાળ દેશોમાં કે જ્યા પાણીની સમસ્યા વધુ જોવા મળે છે ત્યાં થતો પાક છે.

પરંતુ હાલમાં રાજસ્થાનમાં વસતા લોકો પણ આ પાકનું વાવેતર કરી રહ્યા છે. વધુ વિગતે વાત કરીએ તો રાજસ્થાનના હનુમાનગઢના ખેડૂતો આ પાકનું વાવેતર કરીને તગડી કમાણી કરી રહ્યા છે. જોજોબા ના તેલને ચહેરાના ડાઘ અને કરચલીઓ દૂર કરવામાં વાપરવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રે પણ જોજોબા ના પાકનું મહત્વ ખૂબ વધુ જોવા મળે છે. જોજોબા ની વાત કરવામાં આવે તો તેનો છૂટક બજાર ભાવ 50 ml તેલના રૂપિયા 500 સુધી મળી શકે છે.

જોબાનો છોડ ચાર મીટર સુધી લાંબો થઈ શકે છે. જોજોબા ના છોડની વાવણી કર્યા પછી એક વર્ષ માં કમાણી કરી શકાય છે. જોજોબા નું તેલ એટલે કે તેના બીયા 2 થી ૫૫ ડિગ્રી સુધી સરળતાથી સલામત રહી શકે છે. જોજોબા ના એક છોડમાંથી કુલ બે કિલો જેટલા બીજ નીકળે છે. હનુમાન ગઢમાં રહેતા અમરસિંહ સિંહાગે કે જેઓ ત્યાંના ખેડૂત છે તેને આ બાબતે માહિતી આપી હતી તેને કહ્યું કે એક છોડ થી બીજા છોડ સુધીના અંતર બે મીટર સુધી રાખવામાં આવે છે.

એ રીતે એક એકરમાં જોજોબાના 500 છોડ લગાવી શકાય છે. તેમણે જણાવ્યું કે જોજોબા તેલનું યોગ્ય રીતે માર્કેટિંગ કરવામાં આવે તો એક એકર જોજોબા ના છોડની ખેતી થી રૂપિયા 50 લાખ સુધીની પણ કમાણી કરી શકાય છે. આમ રાજસ્થાનમાં વસતા આ ખેડૂતો જોજોબા ની ખેતી કરીને કમાણી કરી રહ્યા છે. આ છોડની ખાસિયત એ છે કે તે ઓછા પાણીએ પણ ઉગી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *