Gujarat

બનાસકાંઠા ના 62-વર્ષ ના અભણ મહિલા વર્ષે કરે છે કરોડો ની કમાણી અનેક એવોર્ડ છે તેના નામે સૌથી વધુ દૂધ, જાણો વિગતે.

Spread the love

ગુજરાતના છેવાડાના ગામડામાં વસતા ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામડામાં વસતા ખેડૂતો ખેતી ઉપરાંત પશુપાલનનો વ્યવસાય પણ કરતા હોય છે. બનાસકાંઠામાં રહેતા લગભગ 62 વર્ષના નવલબેન ચૌધરી કે જેવો પશુપાલનના વ્યવસાય દ્વારા વર્ષે કરોડોની આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત નવલબેન ચૌધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વગેરે તરફથી અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.

આ ઉપરાંત નવલબેન એવા વ્યક્તિ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ પહોંચાડવા નો રેકોર્ડ પોતાના નામ કરેલો છે. નવલબેન ના વ્યવસાયની વધુ વિગતે વાત કરવામાં આવે તો નવલબેન આજે 200 જેટલા પશુઓ રાખે છે. તેવો રોજનું 1000 લીટર દૂધ બનાસકાંઠાની બનાસ ડેરીમાં પહોંચાડે છે. તો શિયાળાની સિઝનમાં 1200 લીટર દૂધ બનાસ ડેરીમાં પહોંચાડે છે અને મહિને રૂપિયા 11 લાખની આવક દૂધના વ્યવસાય માંથી મેળવે છે.

નવલબેન ચૌધરી જણાવે છે કે તેના બાપદાદાના સમયમાં તેઓની પાસે 25 થી 30 પશુઓ હતા. પરંતુ હાલમાં તેઓની પાસે 200 પશુઓ છે. જેમાં 100 ભેંસો અને 40 ગાયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અન્ય પરિવાર જનોને રોજગારી પણ પૂરી પાડે છે. તેઓની સાથે અન્ય પાંચ પરિવારના સભ્યો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. જેઓનો મહિનાનો પગાર 1.5 લાખ રૂપિયા થાય છે. નવલબેન ચૌધરી જણાવે છે કે તેઓ એક પણ ચોપડી અભ્યાસ કરેલો નથી. છતાં પણ મહિને લાખો રૂપિયા ની કમાણી કરી રહ્યા છે.

તેઓ ઇચ્છે છે કે આગળ જઈને તેઓ વર્ષે એક કરોડ નહીં પરંતુ બે કરોડની કમાણી કરી શકે તેવું તે ઈચ્છે છે. તેઓ એક દિવસમાં લગભગ 1000 લીટર દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે. આમ નવલબેન ચૌધરી આજે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તે અનેક લોકોને રોજગારી પૂરી પાડીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ તેમના દીકરાઓને પણ ભણાવ્યા અને તેઓ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *