અમેરિકા માં વસતા પટેલ યુવકે પરિવાર ને ખતમ કરવા ઘડ્યો ખતરનાક પ્લાન 250-મી. ઊંડી ખીણ માં ટેસ્લા કાર ને,
આપણા ગુજરાતમાં વસતા ઘણા બધા ગુજરાતીઓ વિદેશમાં જઈને સ્થાયી થતા હોય છે. જેમાં અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોમાં જઈને ત્યાં પોતાનો બિઝનેસ ધંધો કરતા હોય છે. હાલમાં અમેરિકામાં રહેતા પાટીદાર ડોક્ટરે પોતાની પત્ની અને પોતાના બાળકોને મારી નાખવા એ માટે એક ખતરનાક પ્લાન બનાવ્યો હતો.
વધુ વિગતે વાત કરીએ તો અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં રહેતા 41 વર્ષના ધર્મેશ પટેલ કે જેવો ડોક્ટર છે. તે પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે. જાણવા મળ્યું કે ધર્મેશ પટેલ ની પત્ની ઉપરાંત તેનો નવ વર્ષ નો દીકરો અને ચાર વર્ષની દીકરી અમેરિકામાં રહે છે. જાણવા મળ્યું કે ધર્મેશ પટેલે પોતાના પરિવારને ખતમ કરી દેવા માટે આખો પરિવાર ટેસ્લા કારમાં હતો ત્યારે ધર્મેશ પટેલે ટેસ્લા કારને ખીણ માંથી નીચે ઉતારી દીધી હતી.
પરંતુ સદનસીબે પત્ની અને બાળકોનો બચાવ થયો હતો અને ધર્મેશ પટેલ નું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અમેરિકાના સાનફ્રાન્સિસકો ના સેલ મેટો કાઉન્ટી પાસે આવેલા ડેવિલ્સ સ્લાઇડ પર આ ઘટના બની હતી. જ્યાં ધર્મેશ પટેલે 250 થી 350 મીટર ઊંડી ખીણ મા પોતાની ટેસ્લા કારણે ઉતારી દીધી હતી. પરંતુ થયું એવું કે આ અંગેની ઘટનાની જાણ કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ એન્ડ પ્રોટેકશનના અધિકારીઓને મળતા તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધર્મેશ પટેલના બંને બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો ધર્મેશ પટેલ અને તેની પત્નીનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ બાબતે અધિકારીઓએ જણાવ્યું કે 250 થી 350 ઊંડી ખીણમાં કાર ખાબકતા છતાં પણ આખો પરિવાર સહી સલામત બહાર નીકળ્યો તે આશ્ચર્યની વાત છે. તો ધર્મેશ પટેલ ઉપર પરિવારને મારવાના આક્ષેપ સાથે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આમ આખી ઘટના બહાર આવતા અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!