મરતા પહેલા મહિલા એ જણાવી વ્યથા પરિવાર વિરુદ્ધ જઈ કર્યા હતા પ્રેમલગ્ન પતિ નો એટલો બધો ત્રાસ કે ઝેરી દવા,
રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પ્રેમ પ્રકરણમાં, પૈસાની લેતી દેતીમાં એકબીજાની હત્યા કરી દેવામાં આવે છે અથવા તો આત્મહત્યા કેટલાક લોકો કરી લેતા હોય છે. પાટણ જિલ્લામાંથી એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ તેના પતિથી કંટાળીને આખરે તેને મોતને વહાલુ કર્યું હતું.
વધુ વિગતે વાત કરવામાં આવે તો પાટણ શહેરમાં રહેતી હીના નામની પરણીત મહિલાએ ચાર વર્ષ અગાઉ પાટણ શહેરના મોટીસરા પીપળા ગેટ નજીક રહેતા સંજય સોલંકી નામના યુવક સાથે પોતાના પરિવાર વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ બંને પરિવાર વચ્ચે બોલવાના સંબંધો પણ રહ્યાં ન હતા. લગ્ન બાદ બંને પતિ પત્નીનો ઘર સંસાર સારો ચાલતો હતો. પરંતુ ક્યારેક ક્યારેક પતિ દ્વારા તેની પત્નીને મેણાં ટોળા પણ મારવામાં આવતા હતા.
આ વચ્ચે હિનાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ એકબીજાના પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પરંતુ પુત્રના જન્મ બાદ સંજય સોલંકી કે જેને પોતાનું કામ ધંધો પણ છોડી દીધો હતો અને આખો દિવસ રખડપટ્ટી કરતો હતો. આથી ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ પડતું હતું. આથી હિના એ ગાયનેક હોસ્પિટલમાં નોકરી શરૂ કરી. હોસ્પિટલમાંથી આવવા જવામા ક્યારેક વહેલા મોડું થાય કે ફોન ન ઉપડે તો સંજય સોલંકી તેની પત્ની હીના ઉપર શંકા કરતો અને તેની સાથે મારજુડ કરતો હતો.
જે બાદ હીના તેના માતા પિતાને ઘેર આવી ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ સંજય તેની પત્નીને સમજાવટ સાથે પરત લઈ ગયો હતો. પરંતુ માતા-પિતાને થયું કે હવે દીકરીનો ઘર સંસાર સારી રીતે ચાલી રહ્યો છે. પરંતુ દીકરી મૂંગે મોઢે બધું સહન કરતી હતી અને ત્યારબાદ થયું એવું કે પરિણીત મહિલા હિનાએ ઝેરી દવા ગટગટાવીને આખરે મોતને વહાલું કર્યું હતું. મરતા પહેલા કહ્યું હતું કે તે તેના પતિથી ખૂબ જ કંટાળી ગઈ છે તેનાથી હવે સહન થઈ શકે તેમ નથી. ત્યારબાદ હીનાના માતાએ તેના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમ આખી ઘટના સામે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!