વડોદરા- દંપતી દુકાન બંધ કરી રેલ્વે સ્ટેશન કલાક રોકાયા બાદ જે ઘટના બની તે સાંભળી રૂવાંટા બેઠા થઇ જશે.
રોજબરોજ હત્યા, આત્મહત્યા, ચોરી, લૂંટફાટ ના કિસ્સાઓ આવવા સામાન્ય બની ગયા છે. પૈસાની લેતી દેતી માં, પ્રેમ પ્રકરણમાં હત્યા અથવા તો આત્મહત્યા લોકો કરી લેતા હોય છે. વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પરથી એક પતિ પત્નીએ સાથે રેલવે સ્ટેશન ઉપર આવી રહેલી ટ્રેન સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની સુરજ પાંડે અને તેની પત્નીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં ઉપવન હેરીટેજ માં માતા-પિતા સાથે રહેતા 24 વર્ષના સુરજ પાંડે અને તેની પત્ની 23 વર્ષની નીલુ બહેન પાંડે મળી સાંજે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર આવી રહેલી ગુડ્સ ટ્રેન ની સામે કૂદીને આપઘાત કરી લીધો હતો.
પતિ પત્ની હરણી એરપોર્ટ પાસે ક્લિનિંગ ચીજ વસ્તુની દુકાન ચલાવતા હતા. મંગળવારે સાંજે દુકાન બંધ કરીને બંને ઘરે જવાને બદલે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન એક કલાક સુધી સ્ટેશન ઉપર રહ્યા બાદમાં અંતિમ પગલું ભર્યું હતું. રાત્રે ઘરે ન આવતા સુરજ પાંડેના મોટા બાપાએ જણાવ્યું કે તેઓ સુરજને ફોન દ્વારા સંપર્ક કરી રહ્યા હતા પરંતુ તે ફોન પણ રિસીવ કરતો ન હતો.
આથી પરિવારમાં ચિંતા થવા લાગી. પરંતુ સવારે અખબારોમાં સમાચાર વાંચતા તેઓના પગ નીચે ની જમીન ખિસકી ગઈ હતી. આમ આખી ઘટના સામે આવી હતી. પોલીસે બંને લાશોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ આવા કેસો રોજબરોજ સામે આવ્યા કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!