અક્ષર પટેલે મેહા પટેલ સાથે લીધા લગ્ન ના સાતફેરા ! ખુબ જ શાનદાર રીતે નીકળ્યો અક્ષર પટેલ નો વરઘોડો, જુઓ વિડીયો.
હાલમાં ગુજરાતમાં લગ્નની સિઝન ખૂબ ચાલી રહી છે. એવામાં થોડા દિવસ પહેલા ભારતીય ક્રિકેટરના બેટ્સમેન કે એલ રાહુલે બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથીયા સેટી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે અને હાલમાં 26 જાન્યુઆરી એટલે કે ગઈકાલના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે.
અક્ષર પટેલ અને મેહા પટેલના લગ્નની સેરેમનીના અનેક વિડીયો અને ફોટો સામે આવ્યા છે. જેમાં આખું પરિવાર લગ્નના માહોલમાં ડૂબેલું જોવા મળે છે. અક્ષર પટેલ નો વરઘોડો ધૂમધામથી નીકળવામાં આવ્યો હતો. લગભગ દસ વર્ષથી અક્ષર અને મેહા એકબીજાને ઓળખે છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. 20 જાન્યુઆરી 2022 ના રોજ અક્ષર એ તેની ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.
અને ત્યારબાદ સગાઈ કરી હતી. બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજવામાં આવી હતી. આ પ્રસંગે અક્ષર અને મેહાએ સુંદર ડાન્સ રજૂ કર્યો હતો. જેમાં અક્ષર કુર્તા અને પાયજામા સાથે જેકેટમાં જોવા મળ્યો હતો. તો મેહા લહેંગામાં જોવા મળી હતી. સાથોસાથ જ્વેલરી થી આખા લુક ને કમ્પલેટ કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરીના રોજ બંનેએ નડિયાદમાં લગ્ન કરી લીધા છે.
अक्षर पटेल दूल्हा बन गए हैं. दुल्हनिया मेहा पटेल को लेने बारात भी धूमधाम से निकली. #axarpatel #axarpatelwedding pic.twitter.com/WA1v7CLATY
— Shribabu Gupta (@ShribabuG) January 26, 2023
જેમાં ટીમ ઇન્ડિયાના અને કેટલાક ગુજરાતી ખેલાડીઓ સામેલ થયા હતા. અક્ષર પટેલની પત્ની મેહા પટેલ ની વાત કરવામાં આવે તો તે હાલમાં પ્રોફેશનલ ડાયટીસીયન છે. તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના અને અક્ષર પટેલના અનેક ફોટો અને વિડીયો શેર કરતી હોય છે. અક્ષર પટેલ ના લગ્ન થઈ જતા લોકો બંનેને ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ ઉપરાંત અક્ષર પટેલે તેની પત્નીને એક કાર પણ ગિફ્ટ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!