ક્રિકેટર બનવાનું સપનું લઇ નીકળેલ ‘દેવ પગલી’ બની ગયા ગાયક કલાકાર! એવી મોંઘી કાર ખરીદી કે કોઈ પાસે, જુઓ ખાસ તસ્વીર.
ગુજરાતમાં અનેક કલાકારો કે જે આજે પોતાના વિડીયો અને રીલ્સ ને કારણે ખાસ ચર્ચા નો વિષય બની રહેતા હોય છે. એક સમયે કોઈ ન જાણતું અને આજે પોતાનું ખૂબ મોટું નામ બનાવી ચૂકેલા અનેક લોકો ગુજરાતમાં વસે છે. ગુજરાતની લોકગાયક કલાકારોમાં હાલમાં દેવ પગલી નું નામ ખૂબ જ મોખરે છે. દેવ પગલીના જીવનમાં વળાંક આયો અને તેને જે સપનામાં પણ વિચાર્યું ન હતું તેવું તેનું જીવન થઈ ચૂક્યું છે.
બીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ દેવ પગલી નું સપનું ગાયક કલાકાર બનવાનું ન હતું. દેવ પગલી નું સપનું નાનપણથી ક્રિકેટર બનવાનું હતું આથી તે ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરવા ઘરેથી નાસી છૂટ્યા હતા અને તેઓ ક્રિકેટર યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણના પિતા ને વડોદરામાં મળ્યા હતા. આ ઉપરાંત તેને કહ્યું કે તેને નયન મોગીયા ને પણ મળવાની કોશિશ કરી પરંતુ તે મળી શક્યા ન હતા.
દેવ પગલીએ જણાવ્યું કે તેને ક્રિકેટ ઉપરાંત લખવાનો પણ શોખ હતો. તેણે લખેલું મિત્રોને વંચાવતા મિત્રોએ તેને કલાકાર બનવાની સલાહ આપી અને તે તે ફિલ્ડમાં આગળ વધ્યા. વર્ષ 2007માં આરાસુર ના ધામમાં એવા નામે પ્રથમ ગીત ગાયું પરંતુ તે ગીત બનાવવા માટે તેણે ગામના લોકો અને મિત્રો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો આમ છતાં તેનો આલ્બમ રિલીઝ થયું ન હતું.
તે ઘણા બધા સંઘર્ષ બાદ મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં બોલીવુડના ગાયક કલાકાર વિનોદ રાઠોડ ને મળ્યા જેમણે તેનું ભવિષ્ય જોયું અને કહ્યું કે બચ્ચા એક દિન તું ગાયક બનેગા. દેવ પગલીના ગીતો જેમાં લાખ રૂપિયા નો ઘાઘરો અને માટલા ઉપર માટલું ખાસ પ્રખ્યાત છે. તે કહે છે કે તેના ગીત સાંભળીને લોકો જૂમી ઊઠે છે લોકો નાચવા લાગે છે બસ અને કહે છે કે આથી જ લોકો તેના નામની પાછળ પગલી લગાવે છે.
આ ઉપરાંત તેને ચાંદ વાલા મુખડા પણ ગીત ગાયેલું છે. દેવ પગલી ના ગીત ઉપર અનેક લોકો રીલ્સ બનાવે છે અને તેઓ પણ ફેમસ થઈ જતા હોય છે. દેવ પગલી પાસે આજે એવી લક્ઝરીયસ કાર છે કે જે ગુજરાતના લગભગ કોઈ કલાકાર પાસે નહીં હોય અને આજે તે ખૂબ વૈભવી જીવન જીવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!