‘ગીર ની સિંહણ’ એકમાત્ર દેશ ના પ્રથમ મહીલા રેસ્ક્યુ ફોરેસ્ટર. હિંમત એવી કે પુરુષો ને પણ પાડી દે પાછા જીવ ના જોખમે પણ,
આજે આપણા ભારતમાં પુરુષોની સાથે મહિલાઓ પણ કદમથી કદમ મિલાવતી જોવા મળે છે. દરેક ક્ષેત્રમાં મહિલા પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આજે અમે તમને ગીરમાં ફોરેસ્ટ વિભાગમાં કામ કરતી આવી જ એક મહિલા વિશે જણાવીશું કે જે પ્રથમ દેશની મહિલા છે કે જે ફોરેસ્ટર બનવાનું સન્માન મેળવે છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો આ મહિલાનું નામ છે રસીલા બહેન વાઢેર.
રસીલાબેન વાઢેર વર્ષ 2007માં ગાર્ડ તરીકે વન વિભાગમાં જોડાયા હતા ત્યારે તેઓને ડિવિઝનમાં ટેબલ વર્કનું કામ સોંપવામાં આવ્યું હતું અને તેઓ ડિવિઝનમાં એકમાત્ર મહિલા હતાં. 2007માં પહેલી વખત વન વિભાગમાં ગાર્ડ તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી હતી તેના માટે આ ક્ષેત્ર નવું હતું. શરૂઆતમાં તેઓ બીટ ગાડ તરીકે જોડાયા.
પરંતુ ત્યારબાદ વેટરનરી ડોક્ટરે નોકરી છોડી દેતા રેસ્ક્યુ સેન્ટરની જવાબદારી મહિલા અધિકારી રસીલા બહેનના માથે આવી હતી. વેટરનરી ડોક્ટરના માર્ગદર્શન મુજબ તેને અન્ય પ્રાણીઓની સારવાર આપવાનું શરૂ કર્યું અને અનેક એવા વન્ય પ્રાણીઓને સારવાર આપે છે અને રેસ્ક્યુ કરે છે. તેઓ તેમની હિંમત અનુભવ અને કોઠાસૂસ દ્વારા દીપડા, સિંહ, મગર, અજગર સહિત 1000થી પણ વધુ ઓપરેશન કરેલા છે.
રસીલા બહેનને ગીરની સિંહણ, ધ લાયન ક્વીન ઓફ ઇન્ડિયા જેવા બિરુદો મળેલા છે. તેઓ તેમની ટીમમાં લીડર તરીકેની ફરજ બજાવે છે. હિંસક વન્યજીવનની મલમ પટ્ટી પણ કરે છે. તેઓની વાત કરવામાં આવે તો એકવાર તેઓને દીપડાએ બચકું ભરી લીધું હતું. એ સમયે તેમને હાથ ઉપર 15 જેટલા ટાંકા પણ આવ્યા હતા. પરંતુ તેઓ આગળ વધતા ગયા અને આજે ખૂબ જ સારું એવું કામ કરી બતાવે છે.
એકવાર એક સિંહણે તેમના ઉપર હુમલો પણ કર્યો હતો. પરંતુ થોડીવાર ઓપરેશન અટકાવ્યા બાદ ફરી તેઓએ શરૂ કર્યું હતું. રસીલા બહેન વાઢેર ની રેસ્ક્યુ કામગીરીની નોંધ ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેન પટેલે પણ લીધી હતી. આનંદીબહેન પટેલે તેઓને ગીરની સિંહણ તરીકે નવાજ્યા હતા.
તો નરેન્દ્ર ભાઈ મોદીએ તેમને નારી રત્ન જેવો સન્માન થી નવાજ્યાં હતા. રસીલા બહેન નો જન્મ માળિયા હાટીના તાલુકાના ભંડોરી ગામે થયો હતો. તેમના પરિવારમાં એક ભાઈ અને બહેન છે. પરંતુ પિતાની છત્રછાયા તેઓએ ગુમાવી છે. માતા ઉપર તે સંપૂર્ણ નિર્ભર હતા અને આજે તેઓએ પોતાના ઘર પરિવારનું નામ પણ રોશન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!