સાંથલ ગમન ભુવાજી ના ઘરે માતાજી ના પ્રાણપ્રતિષ્ઠા અવસર પર કવિરાજ પત્ની સાથે પહોંચ્યા, જુઓ ખાસ તસવીરો.
ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા ગમન સાથલ ભુવાજી ના ઘર આંગણે શુભ અવસર આવેલો છે. આ પ્રસંગના શુભ અવસર ઉપર શોભાવૃદ્ધિ વધારવા ગુજરાતના અનેક કલાકારો ઉપરાંત ગમન સાથલ ભુવાજીના પરિવારોએ હાજરી આપી હતી. વધુ વિગતે વાત કરવામાં આવે તો ગમન ભુવાજી માતા દીપાના પરમ ઉપાસક છે અને તેમના ઘર આંગણે શ્રી દિપેશ્વ્ર માતા અને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નો મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે.
આ શુભ અવસર ઉપર ગુજરાતના મોટા કલાકારો તેમના ઘરે દર્શન કરવા પહોંચ્યા છે. આ શુભ પ્રસંગ ઉપર જીગ્નેશ કવિરાજ બારોટ પણ પોતાની પત્ની સાથે પૂજા અર્ચના કરવા ગમન સાથલ ભુવાજીના ઘરે પહોંચ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી. જીગ્નેશ કવિરાજ અને તેમના પત્ની એક સાથે બેઠેલા છે તો તેમની બાજુમાં ગમન ભુવાજીના પત્ની પણ જોવા મળી રહ્યા છે અને યજ્ઞમાં પૂજા અર્ચના કરી રહ્યા છે.
ગમન ભુવાજી ની વાત કરવામાં આવે તો તેઓનો જન્મ સાંથલ ગામમાં થયો હતો. આથી જ તેઓ પોતાના નામની પાછળ સાંથલ લગાવેલ છે. ધોરણ 10 પછી તેઓના માથે ઘરની તમામ જવાબદારીઓ આવી જતા તેઓએ નોકરી કરવાનું શરૂ કર્યું અને તેમનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યા હતા. તેમણે પાંચ વર્ષ ફાઇનાન્સમાં નોકરી કરી અને ડ્રાઇવર તરીકે પણ નોકરી કરી હતી. જેમાં 3000 તેમને મળતા હતા.
પરંતુ પિતાનું અચાનક નિધન થતાં તેઓને જવાબદારી વધી ગઈ હતી. ગમન ભુવાજી માતાજીની રમેલ માટે ખૂબ જાણીતા છે. તેઓ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે પણ માતાજીની રમેલ કરવાનો ખૂબ જ શોખ હતો અને તે બધાથી અલગ પ્રકારની રમેલ કરતા હતા જેને લોકો ખૂબ પસંદ કરતા હતા. હાલમાં ગમન ભુવાજી મહિને લાખો રૂપિયા કમાય છે કાર અને ઘર પણ તેમની પાસે છે. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે અને આજે તે સુખેથી જીવન જીવી રહ્યા છે. જ્યારે પણ તેઓ શુભ કાર્ય કરે છે ત્યારે માતા દીપેશ્વરને યાદ કરીને દરેક શુભ કાર્યની શરૂઆત કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!