34-કરોડ ના આલીશાન ઘર માં સમય વિતાવે છે વિરાટ-અનુષ્કા. અંદર ની તસ્વીર જોઈ હેરાન રહી જશે, જુઓ ખાસ તસવીરો.
અભિનેત્રી અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’થી મોટા પડદા પર કમબેક કરશે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને તેની પ્રોફેશનલ લાઈફની ઝલક નહીં પરંતુ તેના ઘરની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ. અનુષ્કા શર્મા તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે મુંબઈમાં સમુદ્ર તરફના લક્ઝરી ફ્લેટમાં રહે છે. અભિનેત્રી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર ફેન્સને તેના આલીશાન ઘરની ઝલક બતાવે છે.
અનુષ્કાનું આ ઘર ઓમકાર-1973 બિલ્ડિંગના 35માં માળે છે.અનુષ્કા-વિરાટના આ સુંદર ઘરમાં 5 બેડરૂમ છે. જેને તેણે વ્હાઈટ થીમ પર તૈયાર કરાવ્યું છે.ઘરને ક્લાસી અને રિચ બનાવવા માટે તેમાં વુડન ફ્લોરિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઘરને સુંદર બનાવે છે. અનુષ્કાએ ઘરના એરિયામાં ગુલાબી રંગનું પલંગ લગાવ્યું છે. જ્યાં એક્ટ્રેસ અવારનવાર ફોટોશૂટ કરાવે છે.
આ સિવાય કપલના ઘરની બાલ્કની પણ ઘણી મોટી છે. જ્યાં અનુષ્કાએ અનેક પ્રકારના વૃક્ષો અને છોડ લગાવ્યા છે.તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ-અનુષ્કાના આ ઘરની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે અનુષ્કાએ પ્રેગ્નન્સીના કારણે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. હવે તે બહુ જલ્દી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’થી કમબેક કરવા જઈ રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા વચ્ચે ખાસ એવું બોન્ડિંગ જોવા મળે છે. બંને પોતપોતાના ફોટાઓ અવારનવાર સોશિયલ મીડિયા ઉપર શેર કરતા જોવા મળે છે. બંનેની જોડીને બેસ્ટ જોડી માનવામાં આવે છે. અનુષ્કા શર્મા પણ ઘણી વખત મેચ દરમિયાન વિરાટ કોહલીનો જુસ્સો વધારતી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!