દયાભાભીના લગ્નની આ ખાસ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય ! આટલી ધૂમધામથી થયા હતા લગ્ન, કોણ છે તેમનો પતિ? જુઓ તસ્વીર
જયારે પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ શો વિશે વાત કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ આપણમાં મનમાં જેઠાલાલ તથા દયાભાભીનું પાત્ર જ મગજમાં આવે છે.હા મિત્રો જેઠાલાલ તથા દયાભાભીની જોડીનો શોને પ્રખ્યાત બનાવામાં ખુબ મોટો ફાળો રહ્યો હતો. પરંતુ હાલ તમે આ શો જોતા હશો તો ખબર હશે કે થોડાક વર્ષોથી દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાં દેખાયા, એટલું જ નહીં અનેક એવા કલાકારો છે જેણે આ શો માંથી નીકળી ગયા હતા.
આવું થતા શોની ટીઆરપીમાં જબરો ઘટાડો થવા પામ્યો હતો, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે દયાભાભી એટલે કે દિશા વાકાણીના અંગત જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017 ની અંદર દયાભાભીએ શો છોડી દીધો હતો જે બાદથી તેઓ અત્યાર સુધી શોમાં પરત ફર્યા. દયાભાભીને શોમાં જોવા માટે ચાહકો ખુબ વધારે પ્રસન્નતાથી રાહ જોઈ રહયા છે પરંતુ હવે તેઓ ક્યારે શોમાં પરત ફરશે તેના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
દિશા વાકાણીના અંગત જીવન વિશે જો વાત કરવામાં આવે તો તેઓના લગ્ન મયુર પંડયા સાથે થયા હતા, જણાવી દઈએ કે મયુર પંડયા ચાર્ટેડ એકાઉન્ટન્ટ છે.દિશા વાકાણીના લગ્ન ખુબ ધામધૂમથી મયુર પંડ્યા સાથે કરવામાં આવ્યા હતા જેની અનેક તસવીરો આજે પણ ખુબ વાયરલ થઇ રહી છે. દિશા વાકાણીના ઓન સ્ક્રીન પતિ એવા જેઠાલાલ વિશે તો સૌ કોઈ જાણે જ છે પરંતુ મયુર પંડ્યા વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.
મયુર પંડયા અને દિશાના લગ્નમાં મુખ્ય મુખ્ય પરિવારજનોએ હાજરી આપીને લગ્નને સંપન્ન કરાવ્યા હતા, લગ્નના બે વર્ષ બાદ મયુર અને દિશા વર્ષ 2017માં એક દીકરીના માતા-પિતા બન્યા હતા.ત્યારથી જ દિશા વાકાણીએ શો માંથી લિવ લઇ લીધી હતી જે બાદ તેઓ હજી સુધી શોમાં પરત ફર્યા નથી. હાલ શોના પ્રોડ્યુસર અસિત મોદી તથા તેની ટિમ દ્વારા ક્યાં તો દિશા વાકાણી અથવા તો તેવી જ કોઈ અભિનેત્રીને શોમાં પરત લાવવાની કોશિશ કરી રહ્યા છે.