ગુજરાતીવાસીઓ ચેતી જજો !! ‘બિપોરજોય’ નું સંકટ હજી ટળ્યું નથી, દિશા બદલી લેતા…જુઓ કેટલું દૂર છે આ વાવાઝોડું
છેલ્લા થોડાક દિવસોથી જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત પર ‘બિપોરજોય’ વાવાજોડાનું સંકટ મંડરાય રહ્યું છે, એવામાં હજી થોડાક સમય પેહલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે આ વાવઝોડુ હવે ઓમાન તરફ પલટાય ગયું છે પરંતુ હાલ ફરી એક વખત આ વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે આ વાવઝોડાએ પોતાની દિશા બદલી લેતા ગુજરાત રાજ્ય પર ખતરાની ઘંટી વાગી ગઈ છે, તો ચાલો આ વિશેના અગત્યના સમાચાર તમને જણાવીએ.
બિપોરજોય વાવાઝોડું(biporjoy cyclone) આવનારા 24 કલાકોમાં વાવાઝોડાનું જોર વધી શકે છે, હાલ દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદ્દભવતું ચક્રવાત બિપોરજોય સાયક્લોનિક સ્ટોર્મ બનીને આગળ વધી રહ્યું છે. બિપોરજોયે પોતાની દિશા બદલી લેતા સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની ચિંતામાં વધારો થયો છે, તમને જણાવી દઈએ કે આ વાવાઝોડય 6 કલાકની અંદર 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
હાલ પોરબંદરથી આ વાવાઝોડું 640 કિમિના અંતરે આવેલ છે જે ધીર ગતિએ ગજરાતના દરિયાકાંઠે પોહચી રહ્યું છે, એવામાં હાલ હવે આ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. આગામી 10થી14 જૂનના રોજ આ વાતાવરણને પગલે ગુજરાતના(gujarat) દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે જ્યારે 10 જૂનના રોજ હવાની હવાની ઝડપ 30 થી 55 કિમિ પ્રતિ કલાકની ગણવામાં આવી રહી છે.
એવામાં 14 તારીખ સુધી હવાની ગતિ વધતી જ જશે, જયારે 14 જૂનના રોજ હવા 70 કિમિ પ્રતિ કલાક તેનાથી વધારેની ગતિમાં પણ ફુકાય શકે છે. વાવાઝોડાને પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકવાની સંભાવના છે.
http://લોકેશન જોવા અહીં ક્લિક કરો https://www.windy.com/?16.584,49.790,5,m:d27ahEW