EntertainmentGujarat

રોજ આવા આવા ખતરાથી ખેલીને એક માછીમાર પોતાનું પેટ પાળે છે ! જુઓ તો ખરી આ નૌકા પાણીમાં કેવા જોલા મારી રહી છે….

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટોળાય રહ્યું છે, એવામાં દરિયાકાંઠાના અનેક એવા વિસ્તારોમાં રાહત કર્યો કરી નાખવામાં આવ્યા છે તેમ જ અનેક લોકોનું ખુબ સ્થળાન્તર કરી નાખવામાં આવ્યું છે. એટલું જ નહીં અનેક માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે પરંતુ તેમ છતાં અનેક એવા માછીમારો છે જે પોતાના જીવને જોખમમાં મૂકીને માછલી પકડવા માટે જતા હોઈ છે.

વાવાઝોડું આપણા શહેરના લોકો માટે અસર કરતા હોય તો પણ થોડાક ઓછા પરંતુ જે લોકો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તેવા લોકો માટે આવા વાવાઝોડા કાળ બનીને ત્રાટકી પડે છે, આથી જ પોતાના પેટને પાળવાં માટે આવા વાવઝોડાની અંદર પર અનેક એવા માછીમારો પોતાના જીવનો વિચાર કર્યા વગર જ આવા ખતરનાક દરિયામાં ઉતરી જતા હોય છે.

તેઓને પણ ખબર જ છે કે જો તેઓ માછીમારી કરવા નહીં જાય તો તેમને ભુંક્યા મરવું પડશે અથવા તો તેઓને કોઈ પાસે હાથ લંબાવાનો વારો આવશે, આવી જ મજબુરીને લીધે અનેક માછીમારો દરિયો ખેડવા ઉતરી જતા હોય છે, એવામાં હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ocean_life_veraval નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટી બોટ હવાના પ્રવાહમાં જુલી રહી છે, એવામાં એક સમય તો એવો પણ આવે છે કે જેમાં આ બોટ ડૂબતી હોય તેવું લાગવા લાગે છે. ખરેખર આ વિડીયો ખુબ જ વધારે ચોંકાવી દેતો છે. આવા વિડીયો સોશીયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા જ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by @ocean_life_veraval

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *