દિગ્ગ્જ અભિનેતા સન્ની દેઓલના દીકરા એવા કરણ દેઓલે પોતાની પ્રેમિકા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા, આ ખાસ તસવીરો શેર કરી જુઓ..
છેલ્લા થોડાક સમયથી જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રી તથા સોશિયલ મીડિયા પર જો કોઈ ખબર ચર્ચિત થઇ રહી હોય તો તે છે કરણ દેઓલના લગ્નની ખબર. તમને ખબર જ હશે કે કરણ દેઓલે રોકાયા રસમ તેમજ સંગીત રસમની અનેક વિધિઓ પૂર્ણ કરી હતી જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહયા હતા, એવામાં હાલ કરણ દેઓલના લગ્નની ખાસ તસવીરો તથા વિડીયો સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે દિગ્ગ્જ અભિનેતા સન્ની દેઓલના દીકરા એવા કરણ દેઓલના લગ્ન 18 જૂનના રોજ થયા હતા જેમાં મોટા મોટા દિગ્ગ્જ અભિનેતાઓએ પોતાની હાજરી આપી હતી. કરણ દેઓલે પોતાની પ્રેમિકા દ્રીશા આચાર્ય સાથે લગ્ન સબન્ધનમા બંધાયા હતા, આ અંગેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી હતી અને તે લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહી છે. વાયરલ થઇ રહેલી આ તમામ તસ્વીરોમાં કરણ દેઓલ તથા તેમની પત્ની ખુબ ખુશ દેખાય રહ્યા છે.
લગ્ન માટે કરણ દેઓલે સફેદ રંગનું આઉટફિટ પસંદ કર્યું હતું જ્યારે દ્રિષાએ હેવી જવેલરી વાળો લાલ રંગનો લેંઘો પેહર્યો હતો. 18 જૂનના રોજ કરણ દેઓલે પોતાની પત્ની સાથેની લગ્નની આ ખાસ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં તેઓ બંને ખુબ વધારે ક્યૂટ લાગી રહ્યા હતા.આ તમામ તસ્વીરોમાં તેઓ સ્માઈલ સાથે ખુબ સારા એવા દેખાય રહ્યા હતા. આ તમામ તસવીરોને સન્ની દેઓલે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી અને ખુબ સરસ કેપશન પણ લખ્યું હતું.
દિગ્ગ્જ અભિનેતા સન્ની દેઓલે આ તસવીરો શેર કરીને કેપશનમાં લખ્યું હતું કે ‘આજે મને એક સુંદર દીકરી મળી,મારા આશીર્વાદ છે મારી દીકરી, ઈશ્વર તારી રક્ષા કરે.’આટલું સુંદર કેપશન સન્ની દેઓલ દ્વારા લખવામાં આવ્યું હતું કરણ દેઓલે પોતાની પત્ની સાથે લગ્નની આ તમામ તસવીરોને શેર કરીને પોતે ખુબ સારું એવું કેપશન પણ લખ્યું હતું જેમાં તેઓએ લખ્યું હતું કે ‘તમે મારું આજ અને મારું આવનારું કાળ છો. આપણા જીવનની એક સુંદર યાત્રાની શરૂઆત થઇ. અમને મળેલા ઘણા બધા આશીર્વાદ તથા શુભકામાનાઓન અમે ખુબ આભારી છીએ.’
વાયરલ થઇ રહેલી એક તસ્વીરમાં તો કરણ અને દ્રિષા એક સાથે હાથ પકડીને બેઠેલા જોવા મળી રહ્યા છે જેમાં દ્વિષા જાને શરમાય જતી હોય તેવો પોઝ આપી રહી છે, સોશિયલ મીડિયા પર આ જોડીને ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા તો આ જોડીને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહી છે.