આ પરિવાર છે કે સોસાયટી ? આ યુગલ છે 17 સંતાનોના માતા-પિતા ! હજી લક્ષ છે કે 20 સંતાનોના બને…આવું શા માટે કરી રહ્યું છે આ યુગલ..જાણો પુરી વાત
મિત્રો હાલના સમયમાં તો તમને ખબર જ હશે કે બાળકોની ઘેલછા હાલ વસ્તીવધારાનુ મોટું કારણ બની રહ્યું છે, વર્તમાન સમયમાં તો તમને ખબર જ હશે કે દરેક ઘરોમાં બાળકોની ચાહત હોય જ છે. એવામાં જો પરિવારના કોઈ સદસ્યને સંતાન પ્રાપ્ત ન થાય તો તેને મેણા ટોણા પણ મારવામાં આવતા હોય છે. પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને દુનિયાના એવા એક પરિવાર વિશે જણાવાના છીએ જેને ફક્ત 14 વર્ષોની અંદરો અંદર જ 16 બાળકો થઇ ચુક્યા છે.
ખરેખર બાળકોનો આ આંકડો ખુબ વધારે કહેવામાં આવી રહ્યા છે. તો ચાલો તમને આ ખુબ અનોખા પરિવાર વિશે જણાવાના છીએ. આ પરિવારે પોતાનું ફેમિલી પ્લાનિંગ ખુબ અલગ રીતે કર્યું હતું. આ કપલ અમેરિકા ઉત્તરી કૈરોલીન માં રહેતા પૈટી હરનાડેજ અને તેના પતિ કાર્લોસ છે. આ કપલ 16 બાળકોના માતા-પિતા બની ચૂક્યું છે, જાણતા તમને પણ નવાય લાગશે કે આ કપલે ત્રણ વખત તો જુડવા બાળકોને જન્મ આપ્યો હતો, આમ કરીને હાલ તેઓનો કુલ 17 બાળકો સહીતનો પરિવાર થઇ ચુક્યો છે.
આ યુગલ એટલામાં હજી ધરાયુ નથી કારણ કે આ યુગલનો ગોળ છે કે તેઓ 20 બાળકોના માતા પિતા બને.આ યુગલનું કેહવું છે કે તેઓને ઘરમાં 10 છોકરાઓ તથા 10 છોકરીઓની જરૂરિયાત છે આ બાદ જ તેમનો પરિવાર પૂર્ણ થઇ શકે છે, હાલ તો તેઓને 17 મોં સંતાન પણ આવી ગયો હશે જે એક દીકરો હશે. આમ આવી માહિતીથી યુગલ ખુબ ખુશ છે, હવે આ યુગલને ફક્ત 3 દીકરાઓની જરૂરિયાત રહે છે.
આ પરિવારના તમામ સંતોનોના નામ પણ આ યુગલે ખુબ અનોખી રીતે રાખ્યા છે, આ યુગલે પોતાના 16 બાળકોના નામ C લેટર પરથી રાખ્યા હતા કારણ કે તમામ બાળકોના પિતાનું નામ કાર્લોસ હતું આથી જ આ યુગલે પોતાના બાળકોનું નામ ક્લેટન, ક્રિસ્ટોફર,કાર્લા, કૈટલિન, ક્રિસ્ટીયન, સેલેસ્ટે, ક્રિસ્ટિના, કલેવીન,કેથરીન, કાલેબ, કૈરોલિન, કૈમીલા, કૈરોલ અને શાર્લેટ છે. આ તમામ નામનોપેહલો અક્ષર સી પરથી જ આવી રહ્યો છે.