Gujarat

અંબાલાલની આગાહી નોનસ્ટોપ ! હવામાનને લઈને વધુ એક મોટી આગાહી કરી, આ દિવસે કડાકા ભડાકા સાથે વરસાદ થશે..

Spread the love

ગુજરાત રાજ્યની અંદર જ્યારથી બિપોરજોય વાવાઝોડું ગયું છે ત્યારથી રાજ્યના ગરિમાના પારામાં ખુબ વધારો થવા પામ્યો છે, ગુજરાત રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં નો ગરમીનો પારો ટોચ પર ચડી ગયો હતો. એવામાં હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થઇ ચુક્યો છે જયારે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે જે ચોમાસા અંગેના મોટા સંકેત આપી રહ્યું છે. એવામાં અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી નાખી છે.

બંગાળની ખાદીતેમ જ અરબસાગરના ભેજને ધ્યાનમાં લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જે આપણા રાજ્ય માટે ખુબ મહત્વકાંશી બની શકે છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે કે આવનાર 28થી30 તારીખમાં ઉત્તર તથા મધ્યમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. એવામાં ગુજરાતના અમદાવાદ, મહેસાણા તથા વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના સાધવામાં આવી રહી છે, આ આગાહી અરબસાગર તથા બંગાળની ખાડીના ભેજના લીધે કરવામાં આવી રહી છે.

અંબાલાલે આ આગાહી કરી તો હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 5 દિવસોની અંદર વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી હતી, હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આવનારી 25 અને 26 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ડકસિંહન ગુજરાતના નર્મદા,છોટા ઉદેપુર, વડોદરામ રવિવારના રોજ જયારે ભરૂચ તથા વડોદરા જિલ્લામાં સોમવારના રોજ વરસાદ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ અમદવાદ સહિતના બીજા અનેક જિલ્લાઓમા રવિવારના રોજ ભારે વરસાદ થવાની શક્યતાઓ સાધવામાં આવી રહી છે.કરવામાં આવેલી આ આગાહી કેટલા અંશે સાચી પડશે અને કેટલી સફળ રહેશે તે અંગે તો આવનારું વાતાવરણ પરથી જાણવા મળી શકશે.તમારું આ આગાહી વિશે શું મંતવ્ય છે તે અંગે જરૂર કમેન્ટમાં જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *