શું તમે પણ કબજિયાત તથા પેટને લગતી અનેક તકલીફથી પરેશાન છો ? તો અજમાવી જુઓ આ ઉપાય, દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીવો થશે ફાયદો….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી માટે સ્વસ્થ શરીર કોઈ કિંમતી ખજાનાથી ઓછું નથી તેવામાં લોકો પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે અનેક પ્રકારની વસ્તુઓ કરતા હોઈ છે. જેમાં પૌષ્ટિક ખોરાક અને કસરત નો સમાવેશ થાય છે. આપણા આયુર્વેદ માં પણ એવી અનેક વસ્તુઓના સેવન વિશે માહિતી આપવામાં આવી છે કે જે શરીર ને ઘણું જ ફાયદો આપે છે. આપણે આ અહેવાલમાં એવી જ વસ્તુ વિશે માહિતી મેળવવાની છે કે જે શરીર માટે ફાયદા કારક છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણા શરીર માટે કેટલું ફાયદા કારક છે. દૂધમાં અનેક પ્રકારના પોશાક તત્વો રહેલા છે કે જે શરીર ને ઘણા ફાયદા કારક છે માટે જ લોકો દૂધ પીવાનો આગ્રહ રાખતા હોઈ છે. પરંતુ અમુક એવા પણ લોકો હોઈ છે કે જેમને દૂધ નો સ્વાદ પસંદ હોતો નથી માટે તેઓ દૂધ પીવાનું ટાળે છે. પરંતુ આપણે અહીં એવું વસ્તુઓ વિશે માહિતી મેળવશુ કે જેને દૂધમાં ઉમેરવાથી દૂધ સ્વાદિષ્ટ તો થશે જ સાથો સાથ તે શરીર ને પણ ફાયદો આપે છે. આપણે અહીં દૂધ અને સૂકી દ્રાક્ષ ઉપરાંત અંજીર અને બદામ ના મિશ્રણ ના સેવન થી શરીર ને થતા લાભો અંગે વાત કરીશું.
મિત્રો જો વાત બદામ માં રહેલા પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે બદામ માં પ્રોટીન અને વિટામિન ઈ સાથો સાથ ફાયબર ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશ્યમ ઉપરાંત આયર્ન અને મૅન્ગેનીસીયમ જેવા અનેક પોશાક તત્વ હોઈ છે. આ ઉપરાંત જો વાત સૂકી દ્રાક્ષ અંગે કરીએ તો તેમાં વિટામિન ઈ અને બીટા કેરોટીન ઉપરાંત કેલ્શ્યમ અને પોટેશ્યમ ઉપરાંત આયરન, ફાઈબર જેવા પોશાક તત્વ હોઈ છે. જયારે તેમાં એન્ટી ઓકસીડેંટ અને એન્ટી બેકટેરિયલ જેવા ગુણો પણ હોઈ છે.
જો વાત દૂધ ઉપરાંત સૂકી દ્રાક્ષ, બદામ અને અંજીર ના મિશ્રણ ના સેવન અંગે કરીએ તો તેની મદદથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. ઉપરાંત વિવિધ જોખમી વાયરસો સામે પણ રક્ષણ મળે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ના પ્રમાણમાં કામ ઘણું વધુ જોવા મળે છે ઉપરાંત લોકો ને ઘરના પૌષ્ટિક ખોરાક કરતા બહારનો ખોરાક ખાવો પસંદ પડે છે. જેના કારણે અનેક લોકો પેટને લગતી સમસ્યાઓથી પીડાય છે. ઉપરાંત હાલમાં ઘણા લોકોને કબજીયાત ની પણ સમસ્યા રહે છે. જેમાં પણ આ મિશ્રણ મદદ કરે છે. આ મિશ્રણ પાચન ક્રિયા સારી કરે છે. અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ અને સૂકી દ્રાક્ષ માં ઘણા પ્રમાણમાં કેલ્શ્યમ હોઈ છે માટે જો આ મિશ્રણને દૂધ સાથે પીવામાં આવે તો હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત હૃદય રોગના દર્દી માટે પણ આ મિશ્રણ વાળું દૂધ ઘણું ઉપયોગી છે. અંજીર માં રહેલ પોટેશ્યમ અને સૂકી દ્રાક્ષમાં રહેલ એન્ટી ઓકસીડન્ટ ના તત્વ ના કારણે તે હૃદય ને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે.
આ ઉપરાંત જે લોકોને લોહીની ઉણપ હોઈ તેવા લોકો પણ જો આ દૂધ નું સેવન કરે તો તેમના માટે ફાયદા કારક સાબિત થશે. ઉપરાંત ત્વચા માટે પણ ફાયદા કારક છે. જો વાત આ મિશ્રણ ને કઇ રીતે બનાવવું તે અંગે કરીએ તો સૌ પ્રથમ બદામ, અંજીર અને સૂકી દ્રાક્ષને પલાળી રાખો અને તે બાદ તેને ખાંડી નાખો. જે બાદ એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં આ મિશ્રણ ઉમેરીને છ થી સાત મિનિટ સુધી દૂધ ગરમ થવાદો. જે બાદ દૂધ ગાળીને પીલો. આમ આ દૂધ શરીર ને અનેક રીતે મદદ કરે છે